રજૂઆતની એક રીત
જીવનના મહત્ત્વના સવાલોના જવાબ ક્યાંથી મળી શકે? (T-37)
સવાલ: શું તમે કદી વિચાર્યું છે કે, જીવનનો હેતુ શું છે, ઈશ્વર કેમ દુઃખ-તકલીફોને ચાલવા દે છે અને મરણ પછી વ્યક્તિનું શું થાય છે? એ સવાલોના સંતોષકારક જવાબો તમને ક્યાંથી મળી શકે? [ઘરમાલિકને રસ હોય તો, આગળ જણાવો.]
આમ કહો: આ પત્રિકા તમને jw.org વેબ સાઇટ પરથી ઉપયોગી માહિતી મેળવવા મદદ કરી શકે.
શાસ્ત્રવચન: ગી ૧૧૯:૧૪૪, ૧૬૦
જીવનના મહત્ત્વના સવાલોના જવાબ ક્યાંથી મળી શકે? (T-37 પાન ૨)
સવાલ: અમે લોકોને બતાવીએ છીએ કે, કુટુંબો, તરુણો અને બાળકો માટે ઉપયોગી અને ભરોસાપાત્ર માહિતી મેળવવી કેટલી સહેલી છે. [ઘરમાલિકને વધારે જાણવામાં રસ હોય તો, પત્રિકા આપો.]
આમ કહો: [પત્રિકાનું પાન ૨ બતાવો.] jw.org વેબ સાઇટ પર લેખ અને વીડિયોના રૂપમાં ઘણી સરસ માહિતી મળી રહે છે.
શાસ્ત્રવચન: ગી ૧૧૯:૧૦૫
ભગવાનનું સાંભળો
સવાલ: આજે લોકો પોતાની તંદુરસ્તી વિશે ઘણી ચિંતા કરતા હોય છે. શું તમે જાણો છો કે, ઈશ્વરે સર્વ પ્રકારની બીમારીઓને હંમેશ માટે કાઢી નાખવાનું વચન આપ્યું છે? [જો ઘરમાલિકને વધારે જાણવું હોય, તો નીચે આપેલી કલમ વાંચો.]
શાસ્ત્રવચન: પ્રક ૨૧:૩, ૪
આમ કહો: આપણા સરજનહારનાં વચનો વિશે વધારે શીખવા મદદ મળે એ માટે આ પુસ્તિકા તૈયાર કરવામાં આવી છે. [પાન ૨૨, ૨૩.]
રજૂઆત મારા શબ્દોમાં
ઉપર આપેલા દાખલા પ્રમાણે જાતે જ પ્રચારની રજૂઆત તૈયાર કરો.