સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બાઇબલમાં રહેલો ખજાનો | યિર્મેયા ૨૫-૨૮

યિર્મેયાની જેમ હિંમતવાન બનો

યિર્મેયાની જેમ હિંમતવાન બનો

યિર્મેયાએ ચેતવણી આપી કે યરૂશાલેમના હાલ શીલોહ જેવા થશે

૨૬:૬

  • એક સમયે કરારકોશને શીલોહમાં રાખવામાં આવ્યો હતો. કરારકોશ યહોવાની હાજરીને રજૂ કરતો હતો

  • યહોવાએ પલિસ્તીઓને કરારકોશ લઈ જવા દીધો અને એ ક્યારેય શીલોહ પાછો ન આવ્યો

યાજકો, પ્રબોધકો અને સર્વ લોકોએ યિર્મેયાને મારી નાખવાની ધમકી આપી

૨૬:૮, ૯, ૧૨, ૧૩

  • યિર્મેયાને યરૂશાલેમ અને એના મંદિર વિરુદ્ધ ભવિષ્યવાણી કરી હતી, માટે લોકોએ તેમને પકડ્યા

  • યિર્મેયા હિંમત હાર્યા નહિ અને ત્યાંથી ભાગી ગયા

યહોવાએ યિર્મેયાનું રક્ષણ કર્યું

૨૬:૧૬, ૨૪

  • યિર્મેયાએ હિંમત ગુમાવી નહિ અને યહોવાએ તેમને ત્યજી દીધા નહિ

  • યિર્મેયાનું રક્ષણ કરવા યહોવાએ હિંમતવાન અહીકામને મોકલ્યા

યહોવાની મદદ અને ઉત્તેજનને લીધે યિર્મેયા ૪૦ વર્ષ સુધી એવો સંદેશો જણાવી શક્યા, જે વિશે લોકોને સાંભળવું ન હતું