સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

રાજ્યગીતો હિંમત વધારે છે

રાજ્યગીતો હિંમત વધારે છે

જેલમાં હતા ત્યારે, પાઊલ અને સીલાસે ઈશ્વર માટે સ્તુતિગીતો ગાયાં હતાં. (પ્રેકા ૧૬:૨૫) નાઝી સમયમાં સક્સેનહુસેન છાવણીમાં અને સાઇબિરિયાની ગુલામીમાં ઈશ્વરભક્તોએ રાજ્યગીતો ગાયાં હતાં. આ દાખલાઓ બતાવે છે કે, સતાવણીનો હિંમતથી સામનો કરવા રાજ્યગીતો આપણી મદદ કરે છે.

ઘણી ભાષાઓમાં બહુ જ જલદી ગીતોની નવી ચોપડી બહાર પાડવામાં આવશે. એનું નામ છે, “સીંગ આઉટ જોયફુલી” ટુ જેહોવા. એ ગીતોના શબ્દો તમારા દિલમાં છાપી લો. કુટુંબ તરીકેની ભક્તિ દરમિયાન એ ગીતોની પ્રેક્ટિસ કરો. (એફે ૫:૧૯) સતાવણીના સમયમાં એ ગીતો યાદ કરવા પવિત્ર શક્તિ આપણી મદદ કરશે. ભાવિની આશા પર ધ્યાન લગાવવા રાજ્યગીતો આપણી મદદ કરે છે. કસોટીઓ વખતે એ આપણી હિંમત વધારે છે. આપણું હૃદય પ્રફુલ્લિત હોય છે ત્યારે, આ ગીતોના સુંદર શબ્દો આપણને ‘મોટે સ્વરે’ ઈશ્વરની સ્તુતિ કરવા પ્રેરણા આપે છે. (૧કા ૧૫:૧૬; ગી ૩૩:૧-૩) ચાલો, પૂરા દિલથી રાજ્યગીતોનો ઉપયોગ કરવા બનતું બધું કરીએ.

એક ગીત જેણે કેદીઓની હિંમત વધારી વીડિયો બતાવો અને આ સવાલોની ચર્ચા કરો:

  • કેવા સંજોગોએ ભાઈ ફ્રોસ્ટને ગીત રચવા પ્રેર્યા?

  • સક્સેનહુસેન છાવણીમાં કેદ ભાઈઓને ગીતો દ્વારા કેવી મદદ મળી?

  • કેવા અલગ અલગ સંજોગોમાં રાજ્યગીતો તમને હિંમત આપી શકે છે?

  • કયાં રાજ્યગીતો તમે મોઢે કરવા માંગો છો?