સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

રજૂઆતની એક રીત

રજૂઆતની એક રીત

શું દુઃખ-તકલીફોનો કદી અંત આવશે? (T-34 પહેલું પાન)

સવાલ: [તાજેતરમાં બનેલા કોઈ દુઃખદ બનાવનો ઉલ્લેખ કરો અને પત્રિકાનો મુખ્ય વિષય બતાવીને સવાલ પૂછો] આ સવાલનો તમે કેવો જવાબ આપશો: શું દુઃખ-તકલીફોનો કદી અંત આવશે? હા? ના? કે કદાચ?

શાસ્ત્રવચન: ગી ૩૭:૯-૧૧

આમ કહો: આ પત્રિકા જણાવે છે કે, દુઃખ-તકલીફોનો અંત આવશે એવો ભરોસો શા માટે રાખી શકાય.

 

સત્ય શીખવો

સવાલ: ઈશ્વર આ દુનિયાના બધા કોયડાનો હલ કઈ રીતે લાવશે?

શાસ્ત્રવચન: માથ ૬:૧૦

સત્ય: ઈશ્વરે સ્વર્ગમાં સંપ, શાંતિ અને સલામતી સ્થાપી છે. એવો જ માહોલ તે પૃથ્વી પર પણ લાવશે.

 

શું દુઃખ-તકલીફોનો કદી અંત આવશે? (T-34 છેલ્લું પાન)

સવાલ: દુનિયામાં ચાલી રહેલી દુષ્ટતાને લીધે મોટા ભાગે નિર્દોષ લોકોએ સહેવું પડે છે. તમને શું લાગે છે, ઈશ્વર આવું શા માટે ચાલવા દે છે?

શાસ્ત્રવચન: ૨પી ૩:૯

આમ કહો: દુઃખ-તકલીફોનો જલદી જ અંત આવશે, એમ માનવાનાં બે કારણો આ પત્રિકામાં જણાવ્યાં છે.

રજૂઆત તમારા શબ્દોમાં

ઉપર આપેલા દાખલા પ્રમાણે જાતે જ પ્રચારની રજૂઆત તૈયાર કરો.