સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બાઇબલમાં રહેલો ખજાનો | માર્ક ૩-૪

સાબ્બાથના દિવસે સાજા કરવું

સાબ્બાથના દિવસે સાજા કરવું

૩:૧-૫

યહૂદી ધર્મગુરુઓનું વલણ જોઈને ઈસુને શા માટે ખૂબ દુઃખ થયું? કારણ કે એ ધર્મગુરુઓએ સાબ્બાથના નિયમમાં અનેક નાના નિયમો ઉમેરીને એને બોજરૂપ બનાવી દીધો હતો. દાખલા તરીકે, ચાંચડ જેવા નાના જંતુને મારવું અયોગ્ય હતું. જીવ જોખમમાં હોય તો જ ઇલાજ કરી શકાતો. એટલે કે, જો કોઈનું હાડકું ભાંગે કે મચક ભરાય તો સાબ્બાથના દિવસે તેનો ઇલાજ કરવો અયોગ્ય હતું. સ્પષ્ટ છે કે ધર્મગુરુઓને હાથ સુકાઈ ગયેલા પેલા માણસની જરાય ચિંતા ન હતી.