સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

શીખવવાનાં સાધનોનો અસરકારક ઉપયોગ કરો

શીખવવાનાં સાધનોનો અસરકારક ઉપયોગ કરો

શિષ્ય બનાવવાનું કામ મકાન બાંધવા જેવું છે. સારું મકાન બાંધવા જરૂરી છે કે આપણે સાધનોને સારી રીતે વાપરતા શીખીએ. આપણે બાઇબલનો ઉપયોગ કરવામાં કુશળ બનવું જોઈએ, કારણ કે એ સૌથી મહત્ત્વનું સાધન છે. (૨તિ ૨:૧૫) આપણી પાસે બીજા સાધનો પણ છે. જેમ કે, આપણું સાહિત્ય અને વીડિયો. શિષ્ય બનાવવાના ધ્યેયને મનમાં રાખીને એનો પણ અસરકારક ઉપયોગ કરીએ એ ખૂબ જરૂરી છે. *

શીખવવાના સાધનોનો ઉપયોગ કરવામાં કઈ રીતે સુધારો કરી શકીએ? (૧) તમારા પ્રચાર ગ્રૂપના નિરીક્ષકની મદદ લો, (૨) અનુભવી પ્રકાશક અથવા પાયોનિયર સાથે કામ કરો અને (૩) પ્રેક્ટિસ કરતા રહો. સાહિત્ય અને વીડિયોનો અસરકારક રીતે ઉપયોગ કરતા શીખો. આમ, યહોવાની ભક્તિમાં થઈ રહેલાં આ સૌથી મહાન કામમાં તમને વધારે ખુશી મળશે.

મૅગેઝિન

પુસ્તિકા

પુસ્તક

પત્રિકા

વીડિયો

આમંત્રણ પત્રિકા

કોન્ટેક્ટ કાર્ડ

^ ફકરો. 3 અમુક ખાસ લોકોને ધ્યાનમાં રાખીને તૈયાર કરેલું સાહિત્ય આ યાદીમાં મૂકવામાં આવ્યું નથી. પરંતુ, જ્યારે યોગ્ય હોય ત્યારે એનો ઉપયોગ કરી શકાય.