યહોવાના સેવકો તરીકે આપણું જીવન
શિષ્યો બનાવવા માટે પ્રચાર અને શીખવવાનું કામ મહત્ત્વનું છે
ઈસુએ શિષ્યોને આજ્ઞા કરી કે તેઓ જઈને શિષ્યો બનાવે. (માથ ૨૮:૧૯) એમાં પ્રચાર કરવાનો અને શીખવવાનો સમાવેશ થાય છે. સમયે સમયે આપણે પોતાને પૂછવું જોઈએ: “પ્રચાર અને શીખવવાના કામમાં હું કઈ રીતે સુધારો કરી શકું?”
પ્રચારકામ
લોકો સત્ય શીખવા આપણી પાસે આવશે એવી રાહ જોવાને બદલે આપણે “યોગ્ય” લોકોને શોધીએ. (માથ ૧૦:૧૧) પ્રચારમાં જઈએ ત્યારે “જે કોઈ મળે” તેને ખુશખબર જણાવવાની તક શું આપણે ઝડપી લઈએ છીએ? (પ્રેકા ૧૭:૧૭) ખુશખબર ફેલાવવાના કામમાં પ્રેરિત પાઊલ એકેએક તક ઝડપી લેતા. તેમના એવા જોશને લીધે લૂદિયાને સત્ય શીખવાની તક મળી હતી.—પ્રેકા ૧૬:૧૩-૧૫.
ખુશખબર ફેલાવવાનું ‘છોડશો નહિ’—તક મળે ત્યારે અને ઘરે ઘરે વીડિયો જુઓ અને પછી આ સવાલોના જવાબ આપો:
-
પોતાના રોજીંદા જીવનમાં સેમ્યૂલે કઈ રીતે બતાવ્યું કે તે પ્રચારકામમાં ઉત્સાહથી ભાગ લે છે?
-
પ્રચાર કરવાની અલગ અલગ રીતો અપનાવવા આપણે શા માટે મહેનત કરવી જોઈએ?
-
રોજબરોજના જીવનમાં તમે કોને કોને ખુશખબર જણાવી શકો?
શીખવવું
શિષ્ય બનાવવા માટે લોકોને ફક્ત સાહિત્ય આપી દેવું પૂરતું નથી. સત્ય તેઓના દિલમાં ઊતરે માટે જરૂરી છે કે આપણે વારંવાર તેઓની મુલાકાત લઈએ અને બાઇબલ અભ્યાસ ચલાવીએ. (૧કો ૩:૬-૯) પણ આપણી સખત મહેનત છતાં જો કોઈ સત્યમાં પ્રગતિ ન કરે તો શું? (માથ ૧૩:૧૯-૨૨) આપણે એવા લોકોની શોધ કરતા રહીએ, જેઓનું દિલ “સારી જમીન” જેવું છે.—માથ ૧૩:૨૩; પ્રેકા ૧૩:૪૮.
ખુશખબર ફેલાવવાનું ‘છોડશો નહિ’—જાહેરમાં અને શિષ્યો બનાવવાના કામમાં વીડિયો જુઓ અને પછી આ સવાલોના જવાબ આપો:
-
સોલોમન અને મેરીએ કઈ રીતે ઇઝિકીએલ અને અબીગેઇલના દિલમાં સત્યના બીજને પાણી પાયું?
-
જાહેરમાં કે પછી બીજી રીતોએ પ્રચાર કરતા હોઈએ ત્યારે આપણો ધ્યેય શું હોવો જોઈએ?
-
બીજાઓને સત્ય શીખવવાના કામને આપણે કઈ રીતે વધારે મહત્ત્વ આપી શકીએ?