‘ઈશ્વર બધાના રાજાધિરાજ થશે’
જેઓ યહોવાને વફાદાર રહેશે તેઓ માટે અદ્ભુત ભાવિ રહેલું છે. બીજાઓને આપણી આશા વિશે ઉત્સાહથી અને ખુશીથી જણાવીએ છીએ ત્યારે, એ આશામાં આપણો ભરોસો વધે છે. પ્રેરિત પાઊલે ઈસુના હજાર વર્ષના રાજ વિશે જણાવ્યું હતું. તેમણે ભાઈ-બહેનોને એવી કલ્પના કરવાનું ઉત્તેજન આપ્યું હતું કે એ હજાર વર્ષને અંતે ‘યહોવા બધાના રાજાધિરાજ થશે’ ત્યારે માહોલ કેવો હશે.
જે આશીર્વાદો મળવાના છે એમાંથી તમને સૌથી વધારે કયો ગમે છે? શા માટે?
તમને કેમ ખાતરી છે કે ઈશ્વરે આપેલાં વચનો પૂરાં થશે જ?