એપ્રિલ ૮-૧૪
૧ કોરીંથીઓ ૧૦-૧૩
ગીત ૫૧ અને પ્રાર્થના
સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)
બાઇબલમાં રહેલો ખજાનો
“યહોવા ભરોસાપાત્ર છે”: (૧૦ મિ.)
કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)
૧કો ૧૦:૮—આ કલમ જણાવે છે કે ઇઝરાયેલીઓએ વ્યભિચાર કર્યો ત્યારે એક દિવસમાં ૨૩,૦૦૦ માર્યા ગયા. જ્યારે કે ગણના ૨૫:૯ પ્રમાણે ૨૪,૦૦૦ માર્યા ગયા. આવો ફરક કેમ? (w૦૪ ૪/૧ ૨૯)
૧કો ૧૧:૫, ૬, ૧૦—પ્રકાશક ભાઈની હાજરીમાં કોઈ બહેન બાઇબલ અભ્યાસ ચલાવે તો, શું એ બહેને માથે ઓઢવું જોઈએ? (w૧૫ ૨/૧૫ ૩૦)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનથી તમને યહોવા વિશે શું શીખવા મળ્યું?
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને બીજા કયાં કીમતી રત્નો મળી આવ્યાં?
બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) ૧કો ૧૦:૧-૧૭ (th અભ્યાસ ૫)
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
પહેલી મુલાકાત—વીડિયો: (૪ મિ.) વીડિયો બતાવો અને એના પર ચર્ચા કરો.
પહેલી મુલાકાત: (૨ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરો. (th અભ્યાસ ૧)
પહેલી મુલાકાત: (૩ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. ઘરમાલિક વાંધો ઉઠાવે છે જેને તમે સારી રીતે હાથ ધરો છો. (th અભ્યાસ ૩)
પહેલી મુલાકાત: (૩ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. “શીખવવાનાં સાધનો” વિભાગમાંથી કોઈ એક સાહિત્ય બતાવો. (th અભ્યાસ ૬)
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
ગીત ૪૬
‘બધા અવયવો મહત્ત્વના છે’ (૧કો ૧૨:૨૨): (૧૦ મિ.) વીડિયો બતાવો.
“સ્મરણપ્રસંગ માટે કેવી તૈયારી કરશો?”: (૫ મિ.) ટૉક. દરેકને ઉત્તેજન આપો કે આ વર્ષે માર્ચથી મે મહિના દરમિયાન સ્મરણપ્રસંગ પર વિચાર કરે અને એનું મહત્ત્વ સમજે. આમ કરીશું તો યહોવા અને ઈસુએ આપણા માટે જે પ્રેમ બતાવ્યો એની કદર વધશે.
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) jy પ્રક. ૪૭
આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)
ગીત ૨૬ અને પ્રાર્થના