યહોવા ભરોસાપાત્ર છે
યહોવા ચાહે તો આપણી કસોટીઓ દૂર કરી શકે છે. જોકે, યહોવા મોટા ભાગે આપણને હિંમત આપીને કસોટીઓમાંથી “બહાર નીકળવાનો માર્ગ” બતાવે છે, જેથી તેમને વફાદાર રહી શકીએ.
-
બાઇબલ, પવિત્ર શક્તિ તથા વિશ્વાસુ અને સમજુ ચાકર દ્વારા તે આપણને તેમનું શિક્ષણ પૂરું પાડે છે. આમ, તે આપણને શાંત મન રાખીને તેમની જેમ વિચારવા મદદ કરે છે, ઉત્તેજન અને દિલાસો આપે છે.—માથ ૨૪:૪૫; યોહ ૧૪:૧૬, ફૂટનોટ; રોમ ૧૫:૪
-
પવિત્ર શક્તિ દ્વારા તે આપણને માર્ગદર્શન આપે છે. એ આપણને બાઇબલના અહેવાલો અને સિદ્ધાંતો યાદ અપાવે છે, જેથી સારા નિર્ણયો લઈ શકીએ.—યોહ ૧૪:૨૬
-
દૂતો દ્વારા તે આપણને મદદ કરે છે.—હિબ્રૂ ૧:૧૪
-
ભાઈ-બહેનો દ્વારા પણ તે આપણને સહાય કરે છે.—કોલો ૪:૧૧