સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

સ્મરણપ્રસંગ માટે કેવી તૈયારી કરશો?

સ્મરણપ્રસંગ માટે કેવી તૈયારી કરશો?

આ વર્ષથી, ખ્રિસ્તના સ્મરણપ્રસંગની તૈયારી કરવા આપણી પાસે ઘણો સમય હશે. જો સોમવારથી શુક્રવાર દરમિયાન કોઈ એક દિવસે સ્મરણપ્રસંગ હોય, તો એ અઠવાડિયે જીવન અને સેવાકાર્ય સભા નહિ હોય. જો શનિવારના કે રવિવારના હોય, તો જાહેર પ્રવચન અને ચોકીબુરજ અભ્યાસ નહિ હોય. આ સમયનો સારો ઉપયોગ કરવા તમે કેવા ફેરફાર કરી શકો? પહેલી સદીની જેમ, આ ખાસ પ્રસંગ માટે અમુક તૈયારીઓ કરવી જરૂરી છે. (લુક ૨૨:૭-૧૩; km ૩/૧૫ ૧) આપણે બધાએ આ પ્રસંગ માટે પોતાના દિલને પણ તૈયાર કરવાની જરૂર છે. કઈ રીતે?

  • સ્મરણપ્રસંગમાં હાજર રહેવું કેમ મહત્ત્વનું છે, એના પર વિચાર કરીએ. —૧કો ૧૧:૨૩-૨૬

  • પ્રાર્થના કરીએ અને વિચારીએ કે યહોવા સાથે આપણો સંબંધ કેટલો મજબૂત છે.—૧કો ૧૧:૨૭-૨૯; ૨કો ૧૩:૫

  • સ્મરણપ્રસંગનો અર્થ અને એનું મહત્ત્વ સમજાવતા લેખો વાંચીએ અને મનન કરીએ.—યોહ ૩:૧૬; ૧૫:૧૩

ઘણાં ભાઈ-બહેનો દરરોજ શાસ્ત્રવચનો તપાસવાં પુસ્તિકામાં આપેલું સ્મરણપ્રસંગનું બાઇબલ વાંચન કરી એના પર મનન કરે છે. બીજા અમુક ચાર્ટમાં આપેલી બાઇબલ કલમો વાંચે છે. અમુક ભાઈ-બહેનો ચોકીબુરજમાંથી સ્મરણપ્રસંગને લગતા લેખો વાંચે છે. યહોવા અને ઈસુએ આપણા માટે જે પ્રેમ બતાવ્યો એને લગતા લેખો પણ વાંચે છે. ભલે તમે કોઈ પણ રીત વાપરીને અભ્યાસ કરો, અમને ખાતરી છે કે તમે યહોવા અને ઈસુને વધારે સારી રીતે ઓળખી શકશો.