સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

મારા માટે સૌથી મહત્ત્વનું શું છે?

મારા માટે સૌથી મહત્ત્વનું શું છે?

યાકૂબે સ્વર્ગદૂત સાથે કુસ્તી કરી, કારણ કે યહોવા પાસેથી આશીર્વાદ મેળવવો તેમના માટે સૌથી મહત્ત્વનું હતું. (ઉત ૩૨:૨૪-૩૧; હો ૧૨:૩, ૪) આપણા વિશે શું? યહોવાની આજ્ઞા પાળવા અને તેમની પાસેથી આશીર્વાદ મેળવવા શું આપણે સખત મહેનત કરીએ છીએ? ધારો કે, આપણે સભામાં જવાનું છે. પણ નોકરી પર આપણને ઓવરટાઈમ કરવાનું કહેવામાં આવે. એવા સંજોગોમાં કયો નિર્ણય લઈશું? આપણાં સમય-શક્તિ અને માલમિલકતનો ઉપયોગ યહોવા માટે કરીએ છીએ ત્યારે, તે આપણા પર આશીર્વાદનો વરસાદ વરસાવે છે. (માલ ૩:૧૦) યહોવા આપણને માર્ગદર્શન આપશે, આપણું રક્ષણ કરશે અને આપણી જરૂરિયાતોનું પણ ધ્યાન રાખશે.—માથ ૬:૩૩; હિબ્રૂ ૧૩:૫.

ભક્તિના ધ્યેયો પર મન લગાડો વીડિયો જુઓ અને પછી આ સવાલોના જવાબ આપો:

  • બહેનને જે વસ્તુ ગમતી હતી એ કઈ રીતે તેમના માટે એક ફાંદો બની?

  • આપણી નોકરી કઈ રીતે આપણા માટે એક ફાંદો બની શકે?

  • તિમોથી ભક્તિમાં ઘણા મજબૂત હતા તોપણ તેમણે કેમ ધ્યેયો રાખવાના હતા?—૧તિ ૪:૧૬

  • તમારા જીવનમાં સૌથી મહત્ત્વનું શું છે?

    આપણા માટે કયું કામ સૌથી વધારે મહત્ત્વનું છે, એ કઈ રીતે બતાવી શકીએ?