સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

‘અન્ય દેવોને દૂર કરો’

‘અન્ય દેવોને દૂર કરો’

યાકૂબના જમાનામાં મૂર્તિપૂજા વિશે યહોવાએ કોઈ નિયમ આપ્યો ન હતો. તોપણ યાકૂબ સારી રીતે જાણતા હતા કે ફક્ત યહોવાની જ ભક્તિ કરવી જોઈએ. (નિર્ગ ૨૦:૩-૫) યહોવાએ પાછું બેથેલ જવા કહ્યું ત્યારે, યાકૂબે પોતાના કુટુંબના બધા સભ્યોને મૂર્તિ કાઢી નાખવાની આજ્ઞા આપી. યાકૂબે મૂર્તિઓ અને કાનનાં કુંડળો દાટી દીધાં. એ જમાનામાં કુંડળો કદાચ તાવીજ કે માદળિયા તરીકે પહેરવામાં આવતા હતા. (ઉત ૩૫:૧-૪) યાકૂબે જે કર્યું એનાથી યહોવા જરૂર ખુશ થયા હશે.

આપણે પણ ફક્ત યહોવાની જ ભક્તિ કરવી જોઈએ. એવું આપણે કઈ રીતે કરી શકીએ? આપણે એવી બધી વસ્તુઓથી દૂર રહેવું જોઈએ જે મૂર્તિપૂજા કે મેલીવિદ્યા સાથે જોડાયેલી હોય. અલૌકિક કે ખરાબ શક્તિઓ સાથે જોડાયેલી વસ્તુઓથી પણ આપણે દૂર રહેવું જોઈએ. આપણે કેવું મનોરંજન પસંદ કરીએ છીએ એનું ધ્યાન રાખવું જોઈએ. આપણે પોતાને પૂછવું જોઈએ: “શું હું એવાં પુસ્તકો વાંચું છું અથવા ફિલ્મો જોઉં છું, જેમાં વેમ્પાયર, ઝોમ્બી અથવા માણસો પાસે ન હોય એવી ખરાબ શક્તિઓ વિશે બતાવવામાં આવે છે? શું એ મનોરંજનમાં જાદુ, વશીકરણ કે શાપ આપવાને એ રીતે રજૂ કરવામાં આવે છે કે જાણે એમાં કંઈ ખોટું નથી?” યહોવા ધિક્કારે છે, એવી બધી બાબતોથી આપણે દૂર રહેવું જોઈએ.—ગી ૯૭:૧૦.

“શેતાનની સામા થાઓ” વીડિયો જુઓ પછી આ સવાલોના જવાબ આપો:

  • પેલેસાને કઈ મુશ્કેલી હતી?

  • મેલીવિદ્યાની વાત આવે ત્યારે વડીલો પાસે મદદ માંગવી કેમ સારું રહેશે?

  • શેતાનની સામા થાઓ અને ઈશ્વરની પાસે આવો.—યાકૂ ૪:૭, ૮

    જો આપણે ચાહતા હોઈએ કે યહોવા આપણું રક્ષણ કરે તો કઈ વસ્તુઓને દૂર કરવી જોઈએ?

  • પેલેસાએ તરત કયું પગલું ભર્યું?

  • જ્યાં તમે રહો છો ત્યાં દુષ્ટ દૂતોથી બચવા તમે શું કરી શકો?