યહોવાના સેવકો તરીકે આપણું જીવન
સભામાં સારા જવાબ કઈ રીતે આપવા
સારા જવાબોથી મંડળ મજબૂત થાય છે. (રોમ ૧૪:૧૯) જવાબ આપનારને પણ એનાથી ફાયદો થાય છે. (નીતિ ૧૫:૨૩, ૨૮) એટલે, દરેક સભામાં ઓછામાં ઓછો એક જવાબ આપવાનો આપણે પ્રયત્ન કરવો જોઈએ. ખરું કે દરેક વખતે આપણને જવાબ પૂછવામાં નહિ આવે. એટલે જરૂરી છે કે ઘણા જવાબો તૈયાર કરીએ.
સારો જવાબ . . .
-
સાદો, સ્પષ્ટ અને નાનો હોય છે. મોટા ભાગે એ ૩૦ સેકન્ડથી ઓછા સમયમાં આપી શકાય છે
-
પોતાના શબ્દોમાં હોય છે
-
આગળ આવી ગયેલો જવાબ નથી હોતો
જો જવાબ આપવામાં તમે પહેલા હો, તો . . .
-
સાદો અને સીધેસીધો જવાબ આપો
જો સવાલનો જવાબ આવી ગયો હોય, તો . . .
-
જણાવો કે આપેલી કલમ મુખ્ય મુદ્દાને કઈ રીતે ટેકો આપે છે
-
એ મુદ્દો કઈ રીતે આપણા જીવનને અસર કરી શકે છે
-
સમજાવો કે આપેલી માહિતી કઈ રીતે લાગુ પાડી શકાય
-
મુખ્ય મુદ્દાને ચમકાવતો કોઈ અનુભવ ટૂંકમાં જણાવો