સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બાઇબલમાં રહેલો ખજાનો | નીતિવચનો ૧૨-૧૬

સોના કરતાં ડહાપણ વધારે કિંમતી છે

સોના કરતાં ડહાપણ વધારે કિંમતી છે

ઈશ્વર તરફથી મળેલું ડહાપણ કેમ સૌથી કિંમતી છે? જેઓની પાસે એ હોય છે, તેઓ ખરાબ માર્ગે ચઢી જતા નથી અને પોતાનું જીવન બચાવી શકે છે. એની તેઓના વાણી-વર્તન અને કાર્યો પર સારી અસર પડે છે.

ડહાપણ આપણને અભિમાનથી રક્ષણ આપે છે

૧૬:૧૮, ૧૯

  • સમજણો માણસ જાણે છે કે ડહાપણ આપનાર યહોવા છે

  • જેઓને સફળતા મળે છે કે પછી વધારે જવાબદારી મળે છે, તેઓએ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે પોતે અભિમાની કે અહંકારી બની ન જાય

ડહાપણ આપણને સારી વાતો કરવા ઉત્તેજન આપે છે

૧૬:૨૧-૨૪

  • બીજાઓમાં રહેલા સારા ગુણો શોધવા અને એ વિશે સારું બોલવા સમજુ માણસ પોતાનું ડહાપણ વાપરે છે

  • ડહાપણ વાપરીને બોલેલા શબ્દો મનને મનાવનારા અને મધ જેવા મીઠા હોય છે, એમાં કડવાશ કે વિરોધ હોતો નથી