‘યહોવા પર પૂરા દિલથી ભરોસો રાખો’
યહોવા પર આપણે પૂરો ભરોસો રાખી શકીએ છીએ. તેમના નામનો અર્થ બતાવે છે કે પોતે આપેલા વચનો પૂરા કરવાની ક્ષમતા તેમનામાં છે. એ જાણીને તેમના પર ભરોસો વધે છે. તેમનામાં ભરોસો મૂકવા પ્રાર્થના મહત્ત્વનો ભાગ ભજવે છે. નીતિવચનો અધ્યાય ૩ ખાતરી આપે છે કે યહોવા પર ભરોસો રાખવાથી તે ‘આપણા માર્ગો સીધા કરશે.’
જે પોતાની નજરમાં જ્ઞાની છે, . . .
-
તે યહોવાનું માર્ગદર્શન શોધ્યા વિના જાતે જ નિર્ણય લે છે
-
તે દુનિયાના કે પોતાના જ વિચારો પર ભરોસો રાખે છે
જે યહોવામાં ભરોસો રાખે છે, . . .
-
તે બાઇબલ અભ્યાસ, મનન અને પ્રાર્થના દ્વારા યહોવા સાથેનો સંબંધ મજબૂત કરે છે
-
તે નિર્ણય લેતી વખતે, બાઇબલ સિદ્ધાંતોમાંથી માર્ગદર્શન મેળવે છે
પહેલા: મને જે ખરું લાગે, હું એ પસંદ કરું છું |
પહેલા: હું પ્રાર્થના અને વ્યક્તિગત અભ્યાસથી યહોવાનું માર્ગદર્શન શોધું છું |
પછી: હું યહોવાને મારા નિર્ણય પર આશીર્વાદ આપવાની વિનંતી કરું છું |
પછી: બાઇબલ સિદ્ધાંતો પ્રમાણેનો માર્ગ હું પસંદ કરું છું |