‘તારું હૃદય વળવા ન દે’
યહોવાના ધોરણો આપણું રક્ષણ કરે છે. એમાંથી ફાયદો લેવા, આપણે એ ધોરણો હૃદયમાં ઉતારવા જોઈએ. (નીતિ ૭:૩) જ્યારે યહોવાનો સેવક પોતાનું હૃદય બીજી તરફ વાળે છે, ત્યારે તે શેતાનના લોભામણા ફાંદામાં ફસાવવાના જોખમમાં આવે છે. નીતિવચનો અધ્યાય ૭ એવા યુવાન વિશે જણાવે છે, જેનું હૃદય તેને છેતરે છે. આપણે તેની ભૂલમાંથી શું શીખી શકીએ?
-
શેતાન આપણી પાંચ ઇન્દ્રિયોને ધ્યાનમાં રાખીને આપણને ખોટાં કામોમાં સંડોવવાનો પ્રયાસ કરે છે, જેથી આપણે યહોવાથી દૂર થઈ જઈએ
-
ડહાપણ અને સમજણ હશે તો, ખોટાં કામોનાં પરિણામ જાણવા અને ભક્તિને જોખમમાં નહિ મૂકવા મદદ મળશે