સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

રજૂઆતની એક રીત

રજૂઆતની એક રીત

ઈશ્વરનું રાજ્ય શું છે? (T-36 પત્રિકા)

સવાલ: શું તમે જાણો છો કે આપણી આજુબાજુની દુનિયાની બગડતી સ્થિતિ વિશે શાસ્ત્રમાં પહેલેથી જણાવેલું છે?

શાસ્ત્રવચન: માથ ૨૪:૭

આમ કહો: આ પત્રિકા બતાવે છે કે ભાવિમાં કેવી સારી સ્થિતિ હશે.

 

સત્ય શીખવો

સવાલ: મરણ પછી આપણું શું થાય છે?

શાસ્ત્રવચન: યોહ ૧૧:૧૧-૧૪

સત્ય: વ્યક્તિ મરણ પામે છે ત્યારે, તેના જીવનનો અંત આવે છે. તેથી, મરણ પછી વ્યક્તિ ક્યાંક જીવે છે, એવો ડર આપણે રાખવો ન જોઈએ. ઈસુએ મરણને ઊંઘ સાથે સરખાવ્યું. જેમ લાજરસને ઈસુએ મરણમાંથી ‘ઊઠાડ્યા,’ તેમ ઈસુ આપણા સ્નેહીજનોને સજીવન કરશે. આમ, તેઓ ફરીથી આ પૃથ્વી પર જીવનનો આનંદ માણી શકશે.—અયૂ ૧૪:૧૪.

 

મંડળની સભાનું આમંત્રણ (inv)

આમ કહો: [જો તમને લાગે કે ઘરમાલિક બાઇબલનો સંદેશો સ્વીકારવા તૈયાર છે, તો આમ કહો:] હું તમને શાસ્ત્ર આધારિત એક પ્રવચનનું આમંત્રણ આપું છું. એ વિના મૂલ્યે છે. એ રાજ્યગૃહમાં આપવામાં આવશે. [અઠવાડિયાના અંતે થતી સભાના સમય અને સ્થળ બતાવીને આમંત્રણ પત્રિકા આપો તથા પ્રવચનનો વિષય પણ જણાવો.]

સવાલ: શું તમે પહેલાં ક્યારેય રાજ્યગૃહમાં ગયા છો? [સંજોગો પ્રમાણે કિંગ્ડમ હૉલમાં શું થાય છે? વીડિયો બતાવો.]

રજૂઆત તમારા શબ્દોમાં

ઉપર આપેલા દાખલા પ્રમાણે જાતે જ પ્રચારની રજૂઆત તૈયાર કરો.