ઑક્ટોબર ૧૨-૧૮
નિર્ગમન ૩૩-૩૪
ગીત ૩૫ અને પ્રાર્થના
સભાની ઝલક (૧ મિ.)
બાઇબલમાં રહેલો ખજાનો
“યહોવાના સુંદર ગુણો”: (૧૦ મિ.)
નિર્ગ ૩૪:૫—યહોવાના નામનો અર્થ જાણવો એટલે કે તેમનાં હેતુ, કામો અને ગુણો વિશે જાણવું (w૧૩ ૩/૧૫ ૨૪ ¶૩)
નિર્ગ ૩૪:૬—યહોવાના ગુણો વિશે જાણવાથી આપણે તેમની વધુ નજીક જઈ શકીએ છીએ (w૦૯ ૬/૧ ૩૧ ¶૩-૫)
નિર્ગ ૩૪:૭—યહોવા પૂરા દિલથી પસ્તાવો કરનારાને માફ કરે છે (w૦૯ ૬/૧ ૩૧ ¶૬)
કીમતી રત્નો શોધીએ: (૧૦ મિ.)
નિર્ગ ૩૩:૧૧, ૨૦—યહોવાએ કઈ રીતે “મુસાની સાથે મોઢામોઢ” વાત કરી? (w૦૪ ૩/૧૫ ૨૭ ¶૫)
નિર્ગ ૩૪:૨૩, ૨૪—વર્ષમાં ત્રણ વખત પર્વમાં હાજર રહેવા ઇઝરાયેલી પુરુષોને શા માટે શ્રદ્ધાની જરૂર હતી? (w૯૮ ૯/૧ ૨૦ ¶૫)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયા કીમતી રત્નો મળી આવ્યાં?
બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) નિર્ગ ૩૩:૧-૧૬ (th અભ્યાસ ૧૦)
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
ફરી મુલાકાત—વીડિયો: (૫ મિ.) ચર્ચા. વીડિયો બતાવો પછી આ સવાલો પૂછો: પ્રીતીબહેને કલમ સારી રીતે સમજાવવા શું કર્યું? તેમણે એવું શું કહ્યું જેના વિશે એ સ્ત્રી વિચારવા લાગી?
ફરી મુલાકાત: (૩ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. ઘરમાલિક વાંધો ઉઠાવે ત્યારે સારી રીતે હાથ ધરો. (th અભ્યાસ ૧૬)
ફરી મુલાકાત: (૫ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. પછી બાઇબલ શીખવે છે પુસ્તક આપો અને પ્રકરણ ૨માંથી અભ્યાસ શરૂ કરો. (th અભ્યાસ ૮)
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
ગીત ૧
“યુવાનો—શું યહોવા તમારા પાકા મિત્ર છે?”: (૧૫ મિ.) ચર્ચા. આ વીડિયો બતાવો: યુવાનો—“અનુભવ કરો અને જુઓ કે યહોવા ઉત્તમ છે”.
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ. કે એનાથી ઓછું) jy પ્રક. ૧૩૩, ૧૩૪
છેલ્લે બે બોલ (૩ મિ. કે એનાથી ઓછું)
ગીત ૩ અને પ્રાર્થના