સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

યુવાનો—શું યહોવા તમારા પાકા મિત્ર છે?

યુવાનો—શું યહોવા તમારા પાકા મિત્ર છે?

તમે કેવી વ્યક્તિને મિત્ર બનાવો છો? જે કદી તમારો સાથ ન છોડે, ઉદાર હાથે મદદ કરે અને જેના દિલમાં દયા હોય એવી વ્યક્તિને, ખરુંને! યહોવાનો સ્વભાવ પણ એવો જ છે. (નિર્ગ ૩૪:૬; પ્રેકા ૧૪:૧૭) તમે પ્રાર્થના કરો ત્યારે તે સાંભળે છે. તમને જરૂર પડે ત્યારે તે મદદનો હાથ લંબાવે છે. (ગી ૧૮:૧૯, ૩૫) તમારાથી ભૂલ થઈ જાય તો તે માફ કરે છે. (૧યો ૧:૯) સાચે જ યહોવા જેવા મિત્ર બીજે ક્યાંય ન મળે!

તમે કઈ રીતે યહોવાના મિત્ર બની શકો? બાઇબલમાંથી વાંચીને તેમના વિશે શીખો. તમારા દિલની વાત તેમને જણાવો. (ગી ૬૨:૮; ૧૪૨:૨) યહોવાની નજરે જે મહત્ત્વનું છે એને કીમતી ગણો. યહોવા માટે તેમનો દીકરો, તેમનું રાજ્ય અને ભાવિ માટે આપેલાં તેમનાં વચનો ખૂબ મહત્ત્વનાં છે. તમે પણ એને કીમતી ગણો અને તેમના વિશે લોકોને જણાવો. (પુન ૩૨:૩) જો તમે યહોવાના મિત્ર બનશો, તો તે પણ તમારો સાથ હંમેશાં નિભાવશે.—ગી ૭૩:૨૫, ૨૬, ૨૮.

યુવાનો—“અનુભવ કરો અને જુઓ કે યહોવા ઉત્તમ છે” વીડિયો જુઓ અને પછી આ સવાલોના જવાબ આપો:

  • સમર્પણ કરવા અને બાપ્તિસ્મા લેવા તમે શું કરશો?

  • મંડળનાં ભાઈ-બહેનો કઈ રીતે તમને યહોવાની સેવા કરવા મદદ કરી શકે?

  • સેવાકાર્ય દ્વારા તમે કઈ રીતે યહોવા સાથેનો સંબંધ મજબૂત કરી શકો?

  • યહોવા પોતાના મિત્રોનો સાથ હંમેશાં નિભાવશે!

    યહોવાની સેવામાં તમે કઈ સોંપણી હાથ ધરી શકો?

  • તમને યહોવા વિશે કઈ વાત ગમી?