યહોવાના સેવકો તરીકે આપણું જીવન
ઈશ્વરના રાજ્ય વિશે લોકોને જણાવવાની નવેમ્બરમાં ખાસ ઝુંબેશ
ઈસુએ “ઈશ્વરના રાજ્યની ખુશખબર” ફેલાવી હતી. (લુક ૪:૪૩) તેમણે એ રાજ્ય માટે લોકોને પ્રાર્થના કરવાનું પણ શીખવ્યું હતું. (માથ ૬:૯, ૧૦) નવેમ્બર મહિનામાં ઈશ્વરના રાજ્ય વિશે લોકોને જણાવવા આપણે ખૂબ મહેનત કરીશું. (માથ ૨૪:૧૪) શું તમે એ ઝુંબેશમાં જોરશોરથી ભાગ લેવા તમારા સંજોગોમાં ફેરફાર કરશો? એ મહિનામાં પ્રકાશક સહાયક પાયોનિયર સેવા કરવા ૩૦ કે ૫૦ કલાક પસંદ કરી શકે.
તમારા વિસ્તારમાં બને એટલા લોકોને ઈશ્વરના રાજ્ય વિશેની એકાદ કલમ બતાવી શકો. કલમ પસંદ કરતી વખતે લોકોની ધાર્મિક માન્યતાઓને ધ્યાનમાં રાખો. લોકોને પહેલી વાર મળો ત્યારે જો તેઓ સારી રીતે સંદેશો સાંભળે તો જાહેર જનતા માટેનું ચોકીબુરજ નં. ૨ ૨૦૨૦ આપો. પછી બને એટલું જલદી તેઓને ફરી મળવા જાઓ અને “શીખવવાના સાધનો” વિભાગના એક સાહિત્યમાંથી બાઇબલ અભ્યાસ શરૂ કરવાનો પ્રયત્ન કરો. બહુ જલદી ઈશ્વરનું રાજ્ય આ બધી સરકારોને ભાંગીને ભૂકો કરી નાંખશે. (દા ૨:૪૪; ૧કો ૧૫:૨૪, ૨૫) એટલે સમય ઓછો હોવાથી આ ઝુંબેશમાં જોરશોરથી ભાગ લઈએ. એમ કરીને બતાવીએ કે આપણે યહોવા અને તેમના રાજ્યના પક્ષે છીએ.