સાચી ભક્તિમાં વેદીનું મહત્ત્વ
યહોવાના માર્ગદર્શન પ્રમાણે વેદી બનાવવામાં આવી હતી અને વેદીનું ખાસ મહત્ત્વ હતું.
-
ખુશબોદાર સુગંધીઓથી બનેલા ધૂપથી યહોવા ખુશ થતા હતા. એવી જ રીતે ઈશ્વરભક્તોની પ્રાર્થનાથી યહોવા ખુશ થાય છે
-
યહોવા વેદી પર ચઢાવેલાં અગ્નિ-અર્પણો સ્વીકારતા હતા. એ વેદી પવિત્ર સ્થાનની આગળ હતી. એનાથી શીખવા મળે છે કે ઈશ્વરની કૃપા મેળવવા ઈસુના બલિદાનમાં શ્રદ્ધા રાખવી ખૂબ જરૂરી છે.—યોહ ૩:૧૬-૧૮; હિબ્રૂ ૧૦:૫-૧૦
મારી પ્રાર્થના યહોવા આગળ ધૂપ જેવી સાબિત થાય માટે હું શું કરી શકું?—ગી ૧૪૧:૨