યહોવાના સેવકો તરીકે આપણું જીવન
સેવાકાર્યમાં આપણી આવડત વધારે કેળવીએ—બાઇબલ વિદ્યાર્થીને સમર્પણ અને બાપ્તિસ્મા સુધી પ્રગતિ કરવા મદદ કરવી
કેમ મહત્ત્વનું: યહોવાને પસંદ પડે એવા ભક્ત બનવા બાઇબલ વિદ્યાર્થીએ પોતાનું જીવન સમર્પણ કરવાની અને બાપ્તિસ્મા લેવાની જરૂર છે. (૧પી ૩:૨૧) જેઓ પોતાના સમર્પણ પ્રમાણે જીવે છે, તેઓને યહોવા ભક્તિમાં રક્ષણ આપે છે. (ગી ૯૧:૧, ૨) એક ખ્રિસ્તી તો યહોવાને સમર્પણ કરે છે, કોઈ મનુષ્ય, કામ કે સંસ્થાને નહિ. એટલે, વિદ્યાર્થીએ યહોવા માટે પ્રેમ અને કદર કેળવવા જોઈએ.—રોમ ૧૪:૭, ૮.
કઈ રીતે કરી શકીએ:
-
અભ્યાસ દરમિયાન ચર્ચા કરો કે આપેલી માહિતી યહોવા વિશે શું જણાવે છે. રોજ બાઇબલ વાંચવાનું અને યહોવાને “સતત” પ્રાર્થના કરવાનું ઉત્તેજન આપો.—૧થે ૫:૧૭; યાકૂ ૪:૮
-
તમારા વિદ્યાર્થીને સમર્પણ અને બાપ્તિસ્મા માટે ધ્યેય બાંધવા ઉત્તેજન આપો. તેમ જ, નાના નાના ધ્યેયો સુધી પહોંચવા તેને મદદ કરો, જેમ કે, સભામાં જવાબ આપવો અથવા પડોશીઓને અને સાથે કામ કરતા લોકોને સંદેશો જણાવવો. યાદ રાખો કે પોતાની ભક્તિ કરવા યહોવા કોઈને દબાણ કરતા નથી. સમર્પણ વ્યક્તિનો પોતાનો નિર્ણય છે.—પુન ૩૦:૧૯, ૨૦
-
જીવનમાં ફેરફારો કરવાની વિદ્યાર્થીને પ્રેરણા આપો, જેથી તે યહોવાને ખુશ કરી શકે અને બાપ્તિસ્મા લઈ શકે. (નીતિ ૨૭:૧૧) કદાચ અમુક ટેવો અને આદતો એવી હશે, જે સહેલાઈથી નહિ છૂટે. એવા સમયે વિદ્યાર્થીને નિયમિત રીતે મદદ આપવી પડે, જેથી તે જૂનો સ્વભાવ કાઢીને નવો સ્વભાવ કેળવી શકે. (એફે ૪:૨૨-૨૪) ચોકીબુરજમાં “પવિત્ર શાસ્ત્ર જીવન સુધારે છે” લેખો આવે છે, એ લેખો વિદ્યાર્થીને બતાવો
-
યહોવાની સેવા કરવાથી તમને કેવો આનંદ મળે છે, એ તેને જણાવો.—યશા ૪૮:૧૭, ૧૮