“હું યહોવાને શો બદલો આપું?”
ગીતકર્તાએ યહોવાનો દિલથી આભાર માન્યો, કેમ કે યહોવાએ તેમને ‘મરણની જાળમાંથી’ બચાવ્યા હતા. (ગી ૧૧૬:૩) આભાર વ્યક્ત કરવા તેમણે નક્કી કર્યું કે યહોવાને આપેલાં બધાં વચનો તે પાળશે અને યહોવા તરફની પોતાની બધી ફરજ નિભાવશે.
કયાં કારણોને લીધે હું આ અઠવાડિયે યહોવાનો આભાર માનીશ?
હું કઈ રીતે યહોવા માટે કદર બતાવી શકું?