યહોવાના સેવકો તરીકે આપણું જીવન
સત્ય શીખવો
આપણું જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકામાં સપ્ટેમ્બરથી એક નવી રજૂઆત જોવા મળશે. એનો વિષય હશે, “સત્ય શીખવો.” આપણો હેતુ છે કે સવાલ અને કલમ વાપરીને લોકોને બાઇબલનું મૂળ સત્ય જણાવીએ.
જો વ્યક્તિને રસ હોય, તો આપણે તેને સાહિત્ય આપી શકીએ અથવા jw.org પરથી વીડિયો બતાવી શકીએ. આમ, ફરી મુલાકાત માટે પાયો નાખી શકીએ. આપણે થોડા દિવસોમાં જ પાછા જવું જોઈએ, જેથી પહેલાં કરેલી ચર્ચા પર વધારે વાત થઈ શકે. પવિત્ર બાઇબલ આપણને શું શીખવે છે? (ગુજરાતીમાં પ્રાપ્ય નથી) પુસ્તકના પ્રકરણના મુખ્ય મુદ્દાઓને આધારે હવેથી નવી રજૂઆત અને વિદ્યાર્થી ભાગો હશે. આ પુસ્તક બાઇબલ શીખવે છે પુસ્તકની સાદી આવૃત્તિ છે. એમાં આપેલી વધારાની માહિતી અને કલમો આપણને ફક્ત બાઇબલનો ઉપયોગ કરીને ફરી મુલાકાતો અથવા અભ્યાસ ચલાવવા મદદ કરશે.
જીવન તરફ લઈ જતો માર્ગ એક જ છે. (માથ ૭:૧૩, ૧૪) આપણે અલગ અલગ ધર્મ અને જાતિના લોકો સાથે વાત કરીએ છીએ. એટલે તેઓ સાથે એવી રીતે વાત કરીએ, જેથી બાઇબલ સત્ય તેઓના હૃદય સુધી પહોંચે. (૧તિ ૨:૪) આપણે બાઇબલના વિષયોથી વધારે જાણકાર થઈશું અને “સત્યની વાતોને યોગ્ય રીતે શીખવનાર તથા સમજાવનાર” તરીકે આવડત કેળવીશું, તો આપણો આનંદ વધશે. તેમ જ, બીજાઓને સત્ય શીખવવામાં સફળ થઈશું.—૨તિ ૨:૧૫.