સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

રજૂઆતની એક રીત

રજૂઆતની એક રીત

શું ગુજરી ગયેલા ફરી જીવતા થઈ શકે? (T-35 પાન ૧)

સવાલ: શું ગુજરી ગયેલા ફરી જીવતા થઈ શકે? પત્રિકા ઘરમાલિકને આપો. “આજે અમે લોકોને આ પત્રિકા આપી રહ્યા છીએ. એમાં જણાવેલા સવાલનો જવાબ ઘણા લોકો શોધી રહ્યા છે. આ તમારા માટે છે.” પત્રિકાના વિષય પર ધ્યાન દોરો. “આ સવાલનો વિચાર કરો, તમે આનો જવાબ શું આપશો? હા? ના? કદાચ?”

આમ કહો: પવિત્ર શાસ્ત્ર આ વિશે શું જણાવે છે, એ આ પત્રિકા વાંચીને તમને જાણવા મળશે.

શાસ્ત્રવચન: ૧કો ૧૫:૨૬

શું ગુજરી ગયેલા ફરી જીવતા થઈ શકે? (T-35 પાન ૨)

સવાલ: આપણે સ્નેહીજનને મરણમાં ગુમાવીએ છીએ. શું તમે કદી વિચાર્યું છે કે આપણે તેઓને ફરી મળી શકીશું?

શાસ્ત્રવચન: પ્રેકા ૨૪:૧૫

આમ કહો: આ પત્રિકા સમજાવે છે કે આપણે કઈ રીતે તેઓને ફરી મળી શકીશું.

ભગવાનનું સાંભળો અને અમર જીવન પામો!

સવાલ: જીવનમાં મુશ્કેલી આવે ત્યારે લોકો ઈશ્વરને પ્રાર્થના કરતા હોય છે. શું તમને લાગે છે કે તે આપણી પ્રાર્થનાઓ સાંભળે છે? એનો જવાબ આપે છે?

શાસ્ત્રવચન: ૧પી ૩:૧૨

આમ કહો: શાસ્ત્ર ઈશ્વર વિશે આપણને બીજું ઘણું શીખવે છે. આ પુસ્તિકા એ સમજાવે છે. [પાન ૨૪ અને ૨૫ બતાવો.]

રજૂઆત મારા શબ્દોમાં

ઉપર આપેલા દાખલા પ્રમાણે જાતે જ પ્રચારની રજૂઆત તૈયાર કરો.