સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બાઇબલમાં રહેલો ખજાનો | લુક ૧૯-૨૦

ચાંદીના ૧,૦૦૦ સિક્કાના દૃષ્ટાંત પરથી શીખો

ચાંદીના ૧,૦૦૦ સિક્કાના દૃષ્ટાંત પરથી શીખો

૧૯:૧૨-૨૪

દૃષ્ટાંતમાં જણાવેલાં અલગ-અલગ પાસાં:

  1. ૧. માલિક તો ઈસુને દર્શાવે છે

  2. ૨. ચાકરો એટલે ઈસુના અભિષિક્ત શિષ્યો

  3. ૩. માલિકે ચાકરોને આપેલા સિક્કા તો શિષ્યો બનાવવાના અમૂલ્ય લહાવાને દર્શાવે છે

આ દૃષ્ટાંત ચેતવણી આપે છે કે જો ખ્રિસ્તના અભિષિક્ત શિષ્યો દુષ્ટ ચાકર જેવું વલણ અપનાવશે, તો કેવો અંજામ ભોગવો પડશે. ઈસુ પોતાના શિષ્યો પાસેથી આશા રાખે છે કે તેઓ પોતાનાં સમય, શક્તિ અને ધનસંપત્તિનો ઉપયોગ શિષ્યો બનાવવાના કામમાં કરે.

શિષ્યો બનાવવાના કામમાં હું કઈ રીતે ઈસુના વફાદાર અભિષિક્તોને અનુસરી શકું?