સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

સેવાકાર્યમાં આપણી આવડત વધારે કેળવીએ—JW.ORG વાપરીએ

સેવાકાર્યમાં આપણી આવડત વધારે કેળવીએ—JW.ORG વાપરીએ

કેમ મહત્ત્વનું છે: “અભ્યાસ માટેના સાધનો” વિભાગનું દરેક સાહિત્ય jw.org વેબસાઇટનો ઉલ્લેખ કરે છે. કૉન્ટેક્ટ કાર્ડ અને જીવનના મહત્ત્વના સવાલોના જવાબ ક્યાંથી મળી શકે? પત્રિકાનો મુખ્ય હેતુ લોકોને આપણી વેબસાઇટ તરફ દોરી જવાનો છે. વેબસાઇટ પરથી આપણે સાહિત્યની ઇલેક્ટ્રોનિક કૉપી ઇમેઇલ કરી શકીએ અથવા લિંક મોકલી શકીએ. પ્રચારમાં આપણને બીજી ભાષાની વ્યક્તિ મળે ત્યારે, એ સુવિધા ખાસ કામ લાગે છે. “અભ્યાસ માટેના સાધનો” વિભાગના સાહિત્યની મદદથી આપણે બાઇબલ અભ્યાસ ચલાવી શકીએ છીએ. પણ અમુક વાર લોકો એવા સવાલો કરે છે, જેનો જવાબ એ વિભાગમાં આપેલાં સાહિત્યમાં નહિ, પણ આપણાં બીજાં સાહિત્યમાં હોય છે. તેથી, જો jw.org વેબસાઇટથી સારી રીતે વાકેફ હોઈશું, તો એ બીજાં સાહિત્યની મદદથી આપણે પ્રચારકાર્યમાં વધારે અસરકારક બની શકીશું.

કઈ રીતે કરી શકાય:

  • BIBLE TEACHINGSવિભાગનો ઉપયોગ કરો. તમને પ્રચારમાં એવાં માબાપ મળે જેઓને બાળકોના સારા ઉછેર વિશે માહિતી જોઈએ છે. તમે “BIBLE TEACHINGS > MARRIAGE & FAMILY” વિભાગની મદદ લઈ શકો.

  • સાહિત્ય” વિભાગનો ઉપયોગ કરો: તમે સ્કૂલમાં ભણો છો અને સાથે ભણતા કોઈ વિદ્યાર્થીને ૧૦ સવાલોના જવાબ યુવાનો પૂછે છે પુસ્તિકા આપવા ચાહો છો. તમે “સાહિત્ય > પુસ્તકો અને પુસ્તિકાઓ” વિભાગની મદદ લઈ શકો.

  • અમારા વિશે” વિભાગનો ઉપયોગ કરો: તમારી સાથે કામ કરનાર કોઈ વ્યક્તિને તમે સાક્ષી આપો છો અને તેને આપણી માન્યતાઓ વિશે વધારે જાણવું છે. તમે “અમારા વિશે > વારંવાર પૂછાતા સવાલો” વિભાગ પર તેમનું ધ્યાન દોરી શકો.

JW.ORGનો ઉપયોગ કરો વીડિયો જુઓ અને વિચારો કે નીચે જણાવેલા લોકોને મદદ કરવા વેબસાઈટ પર ક્યાં જોશો:

  • નાસ્તિક વ્યક્તિ

  • એવી વ્યક્તિ, જેણે કરૂણ બનાવનો અનુભવ કર્યો છે

  • એવા પ્રકાશક, જે નિષ્ક્રિય બની ગયા છે

  • એવી ફરી મુલાકાત, જેને જાણવું છે કે આપણાં કામ માટે પૈસા ક્યાંથી આવે છે

  • કોઈ પરદેશી, જેને જાણવું છે કે પોતાના વતનમાં આપણી સભાઓ ક્યાં થાય છે