સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

ઈસુ બધા માટે મરણ પામ્યા છે

ઈસુ બધા માટે મરણ પામ્યા છે

ઈસુએ પાપી મનુષ્યો માટે પોતાના જીવની કુરબાની આપી હતી. (રોમ ૫:૮) ચોક્કસ, તેમના એ પ્રેમની આપણે કદર કરીએ છીએ, એને ક્યારેય ભૂલતા નથી. જોકે, કેટલીક વાર એ ભૂલી જઈએ છીએ કે, ઈસુએ ફક્ત આપણા માટે જ નહિ, પણ બધા માટે કુરબાની આપી છે. આપણાં ભાઈ-બહેનો પણ આપણી જેમ જ ભૂલ-ભરેલાં છે. આપણે તેઓને કઈ રીતે ઈસુ જેવો પ્રેમ બતાવી શકીએ? આ ત્રણ રીતોએ: પહેલી, એવાં ભાઈ-બહેનો સાથે પણ મિત્રતા કરીએ, જેઓ બીજા સમાજ કે સંસ્કૃતિના હોય. (રોમ ૧૫:૭; ૨કો ૬:૧૨, ૧૩) બીજી, એવું કંઈ કહીએ કે કરીએ નહિ, જેનાથી કોઈને માઠું લાગે. (રોમ ૧૪:૧૩-૧૫) ત્રીજી, કોઈ આપણને દુઃખ પહોંચાડે ત્યારે, તેઓને માફ કરવા તૈયાર રહીએ. (લુક ૧૭:૩, ૪; ૨૩:૩૪) જો આપણે આ રીતોએ ઈસુને પગલે ચાલવા સખત મહેનત કરીશું, તો મંડળનાં સંપ અને શાંતિભર્યા માહોલ પર યહોવા આશીર્વાદ વરસાવતા રહેશે.

દિલથી સુંદર બનીએ! વીડિયો જુઓ અને પછી આ સવાલોના જવાબ આપો:

  • મીકીને શરૂઆતમાં પોતાના મંડળ વિશે કેવું લાગતું હતું?

  • તેના વિચારોમાં કઈ રીતે બદલાણ આવ્યું?

  • પોતાના વિચારોમાં સુધારો કરવા મીકીને કઈ રીતે ઈસુના દાખલામાંથી મદદ મળી? (માર્ક ૧૪:૩૮)

  • ભાઈ-બહેનોના સારા ગુણો તરફ ધ્યાન આપવા નીતિવચનો ૧૯:૧૧ આપણને કઈ રીતે મદદ કરે છે?