યહોવાના સેવકો તરીકે આપણું જીવન
લોતની પત્નીને યાદ રાખો
સદોમથી નાસી જતી વખતે લોતની પત્નીએ કેમ પાછળ વળીને જોયું હતું? એ વિશે બાઇબલમાં સીધેસીધું કંઈ જણાવ્યું નથી. (ઉત ૧૯:૧૭, ૨૬) પરંતુ, ઈસુએ લોતની પત્નીનો ઉલ્લેખ કરીને ચેતવણી આપી હતી; એના પરથી સમજી શકાય કે તેનું મન કદાચ પાછળ છૂટી ગયેલી બાબતો પર હતું. (લુક ૧૭:૩૧, ૩૨) લોતની પત્નીએ ઈશ્વરની કૃપા ગુમાવી દીધી હતી. આપણી સાથે એવું ન બને માટે આપણે શું કરવું જોઈએ? આપણે પૈસા અને એશોઆરામ પાછળ દોડવું ન જોઈએ. (માથ ૬:૩૩) ઈસુએ શીખવ્યું હતું કે આપણે “ઈશ્વરની અને ધનદોલતની એક સાથે ચાકરી કરી શકતા નથી.” (માથ ૬:૨૪) પણ જો એવી બાબતો ભક્તિનો આપણો બધો સમય ખાઈ જતી હોય, તો શું કરી શકીએ? સમજશક્તિ માટે યહોવાને પ્રાર્થના કરી શકીએ, પછી જીવનમાં જરૂરી સુધારા કરવા તેમની પાસે હિંમત અને શક્તિ માંગી શકીએ.
લોતની પત્નીને યાદ રાખો, ત્રણ ભાગના આ વીડિયોને ધ્યાનમાં રાખીને નીચેના સવાલોના જવાબ આપો:
-
વધુ પૈસા કમાવવાની લાલચે ગ્લોરીયાનાં વાણી-વર્તન અને વિચારો પર કેવી અસર કરી?
-
લોતની પત્નીના દાખલામાંથી આપણને કઈ ચેતવણી મળે છે?
-
બાઇબલના સિદ્ધાંતો લાગુ પાડવાથી જૉ અને તેના કુટુંબને કેવા ફાયદા થયા?
-
ઍના સાથે કામ કરનાર લોકોની તેના પર કેવી અસર થઈ?
-
જીવનમાં ધનદોલતને પ્રથમ સ્થાને મૂકવાનું દબાણ આવે ત્યારે, શા માટે હિંમતની જરૂર પડે છે?
-
બ્રાયન અને ગ્લોરીયાએ કઈ રીતે ભક્તિને ફરી એક વાર પ્રથમ સ્થાન આપ્યું?
-
આ વીડિયો પરથી બાઇબલના કયા સિદ્ધાંતો વિશે શીખવા મળે છે?