ઈશ્વરના વિસામામાં પ્રવેશવા બનતું બધું કરો
યહોવા પોતાના સંગઠન દ્વારા આપણને દોરી રહ્યા છે. સંગઠનની દોરવણી પ્રમાણે ચાલવાથી આપણે ઈશ્વરના વિસામામાં પ્રવેશી શકીશું. આપણે આ સવાલ પર વિચાર કરવો જોઈએ: ‘મને કોઈ સલાહ મળે ત્યારે શું હું રાજીખુશીથી એ સ્વીકારું છું? બાઇબલની કોઈ સમજણ વિશે સુધારો કરવામાં આવે ત્યારે મને કેવું લાગે છે?’
કેવા સંજોગોમાં મને માર્ગદર્શન પ્રમાણે ફેરફાર કરવા અઘરું લાગે છે?