સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

યહોવાને ચાહે છે એવા લોકો સાથે સમય વિતાવીએ

યહોવાને ચાહે છે એવા લોકો સાથે સમય વિતાવીએ

જેઓ યહોવાને ચાહે છે તેઓ સાથે કેમ સમય વિતાવવો જોઈએ? જેવો સંગ તેવો રંગ. આપણા મિત્રો કે સગાંઓની સંગતથી આપણા પર સારી કે ખરાબ અસર પડી શકે છે. (નીતિ ૧૩:૨૦) એક દાખલો લઈએ. રાજા યોઆશે પ્રમુખ યાજક યહોયાદા સાથે અમુક વર્ષો વિતાવ્યા. એ દરમિયાન તેમણે ‘યહોવાની નજરમાં જે સારું હતું એ કર્યું.’ (૨કા ૨૪:૨) યહોયાદાના મરણ પછી, યોઆશે ખરાબ સંગતને લીધે યહોવાની ભક્તિ કરવાનું છોડી દીધું.—૨કા ૨૪:૧૭-૧૯.

પહેલી સદીમાં પ્રેરિત પાઊલે ખ્રિસ્તી મંડળને એક “મોટા ઘર” સાથે અને ભાઈ-બહેનોને “વાસણો” સાથે સરખાવ્યાં હતાં. આપણે કઈ રીતે ‘ઉત્તમ કામ માટે વપરાતાં વાસણો’ બનીએ છીએ? યહોવાને પસંદ નથી એવા કામો કરતા લોકો જોડે ગાઢ સંબંધ ન રાખીને આપણે એવા વાસણો બનીએ છીએ. એ લોકો આપણા કુટુંબ કે મંડળમાંથી પણ હોય શકે. (૨તિ ૨:૨૦, ૨૧) ચાલો આપણે એવા લોકો સાથે દોસ્તી બાંધીએ, જેઓ યહોવાને ચાહે છે અને તેમની ભક્તિમાં લાગુ રહેવા આપણને ઉત્તેજન આપે છે.

ખરાબ સંગત તજી દેવાનું શીખો વીડિયો જુઓ અને પછી આ સવાલોના જવાબ આપો:

  • કેવા સંજોગોમાં આપણે અજાણતા ખરાબ સોબતમાં આવી જઈ શકીએ?

  • ત્રણ ભાઈ-બહેનોને ખરાબ સંગત છોડી દેવા શામાંથી મદદ મળી?

  • સારા મિત્રો પસંદ કરવા તમને બાઇબલના કયા સિદ્ધાંતો મદદ કરશે?

શું હું “ઉત્તમ કામ માટે વપરાતું વાસણ” છું?—૨તિ ૨:૨૧