સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઇઝરાયેલી ગુલામો છુટકારાના વર્ષે પોતાના કુટુંબ પાસે વતન પાછા ફરતા

બાઇબલમાં રહેલો ખજાનો

ઇઝરાયેલમાં છુટકારાનું વર્ષ અને ભાવિમાં છુટકારો

ઇઝરાયેલમાં છુટકારાનું વર્ષ અને ભાવિમાં છુટકારો

છુટકારાના વર્ષ એટલે કે જુબિલીના વર્ષને લીધે ઇઝરાયેલમાં કોઈ પણ કાયમ માટે દેવામાં કે ગરીબીમાં રહેતો ન હતો (લેવી ૨૫:૧૦; w૧૯.૧૨ ૮ ¶૩; પહેલા પાનનું ચિત્ર જુઓ)

ઇઝરાયેલમાં જમીન વેચવાનો અર્થ થાય કે એને ભાડાપટ્ટે આપવી. એક ઇઝરાયેલીની જમીનમાં છુટકારાના વર્ષ સુધી જેટલો પાક થાય એટલી કિંમતે તે એને ભાડાપટ્ટે આપી શકતો હતો (લેવી ૨૫:૧૫; it-૧-E ૧૨૦૦ ¶૨)

લોકોએ છુટકારાના વર્ષનો નિયમ પાળ્યો ત્યારે યહોવાએ તેઓને આશીર્વાદ આપ્યો (લેવી ૨૫:૧૮-૨૨; it-૨-E ૧૨૨-૧૨૩)

ભાવિમાં જલદી જ યહોવાના વફાદાર લોકોને છુટકારો મળશે. તેઓને પાપ અને મરણમાંથી કાયમ માટે છોડાવવામાં આવશે.—રોમ ૮:૨૧.

યહોવાએ જે છુટકારો આપવાનું વચન આપ્યું છે એ મેળવવા આપણે દરેકે શું કરવું જોઈએ?