યહોવાના સેવકો તરીકે આપણું જીવન
ઈશ્વર અને ખ્રિસ્તને લીધે ભાવિમાં સાચો છુટકારો
શું તમારે દરરોજ મથામણ કરવી પડે છે? શું કુટુંબના શિર તરીકે તમારે માથે ઘણી જવાબદારીઓ છે? શું એકલા હાથે બાળકોનો ઉછેર કરવામાં અને ગુજરાન ચલાવવામાં તમને ઘણી તકલીફ પડે છે? શું તમને સ્કૂલમાં બીજાં બાળકો હેરાન કરે છે? શું બીમારી કે વધતી ઉંમરને લીધે તમને મુશ્કેલી પડે છે? દરેકના જીવનમાં કોઈને કોઈ મુશ્કેલી તો છે. અરે, અમુક ભાઈ-બહેનોનાં જીવન તો મુશ્કેલીઓથી ઘેરાયેલાં છે. પણ એ જાણીએ છીએ કે બહુ જલદી આપણને બધી મુશ્કેલીઓમાંથી છુટકારો મળવાનો છે.—૨કો ૪:૧૬-૧૮.
યહોવા આપણી મુશ્કેલીઓ સમજે છે એ જાણીને આપણા દિલને કેટલી ઠંડક મળે છે! આપણે વફાદાર છીએ અને ધીરજ બતાવીએ છીએ એની તે કદર કરે છે. તે ભાવિમાં આપણા માટે આશીર્વાદોની બારી ખોલી દેશે. (યર્મિ ૨૯:૧૧, ૧૨) ઈસુ પણ આપણી મુશ્કેલીઓ જાણે છે. આપણે જવાબદારીઓ નિભાવીએ ત્યારે ખાતરી રાખી શકીએ કે તે આપણને મદદ કરશે. કારણ કે તેમણે વચન આપ્યું છે, “હું હંમેશાં તમારી સાથે છું.” (માથ ૨૮:૨૦) ભાવિમાં ઈશ્વરના રાજ્યમાં મળનાર છુટકારા વિશે આપણે સમય કાઢીને વિચારવું જોઈએ. એમ કરીશું તો એ સોનેરી આશામાં આપણો ભરોસો વધે છે અને હાલની મુશ્કેલીઓનો સામનો કરવા હિંમત મળે છે.—રોમ ૮:૧૯-૨૧.
તોફાન જેવી મુશ્કેલીઓ આવે ત્યારે, પોતાનું ધ્યાન ઈસુ પર રાખીએ!—ભવિષ્યમાં રાજ્યના આશીર્વાદો વીડિયો જુઓ અને પછી આ સવાલોના જવાબ આપો:
-
માણસો કઈ રીતે ઈશ્વરથી દૂર થઈ ગયા અને એનું કેવું પરિણામ આવ્યું?
-
યહોવાને વફાદાર રહેનારા લોકોને કેવું ભાવિ મળશે?
-
આપણને એવું સોનેરી ભાવિ કોના લીધે મળશે?
-
નવી દુનિયામાં તમે કયા આશીર્વાદો મેળવવાની રાહ જુઓ છો?