સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બાઇબલમાં રહેલો ખજાનો

તન-મનથી શુદ્ધ રહીએ

તન-મનથી શુદ્ધ રહીએ

યહોવા ચાહે છે કે આપણે દુનિયાના લોકો જેવા કામ ન કરીએ (લેવી ૧૮:૩; w૧૯.૦૬ ૨૭ ¶૧૦)

યહોવા આવાં પાપ કરવાની ના પાડે છે: નજીકના સગાઓ સાથે જાતીય સંબંધ, પુરુષનો પુરુષ સાથે અને સ્ત્રીનો સ્ત્રી સાથે જાતીય સંબંધ અને પ્રાણીઓ સાથે જાતીય સંબંધ (લેવી ૧૮:૬, ૨૨, ૨૩; w૧૭.૦૨ ૨૦ ¶૧૩)

યહોવા એવાં ગંદાં કામ કરનારાઓનો નાશ કરશે (લેવી ૧૮:૨૪, ૨૫; ની ૨:૨૨; w૧૪ ૧૦/૧ ૭ ¶૨)

શેતાન નથી ઇચ્છતો કે આપણે નવી દુનિયામાં જઈએ. એટલે આપણી આગળ જાળ બિછાવે છે. પણ યહોવાનાં ધોરણો પ્રમાણે ચાલીશું તો શેતાનની જાળથી બચી શકીશું.

યહોવાને કઈ રીતે બતાવી શકીએ કે આપણે ગંદાં કામોને નફરત કરીએ છીએ?