યહોવાના સેવકો તરીકે આપણું જીવન
યહોવાની સેવા કરવાનો નિર્ણય કરીએ
શું તમે યુવાન અને બાપ્તિસ્મા ન પામેલા પ્રકાશક છો? અથવા શું તમે બાઇબલનો અભ્યાસ કરી રહ્યા છો? શું તમે બાપ્તિસ્મા લેવાનું વિચાર્યું છે? સમર્પણ અને બાપ્તિસ્મા લેવાનો નિર્ણય મહત્ત્વનો છે. કારણ કે, એનાથી તમારો યહોવા સાથે એક ખાસ સંબંધ કેળવાશે. (ગી ૯૧:૧) એટલું જ નહિ તમારું જીવન પણ બચશે. (૧પી ૩:૨૧) એ પગલાં ભરવાં તમે શું કરી શકો?
પોતે ખાતરી કરો કે આજ જ સત્ય છે. તમારા મનમાં કોઈ સવાલ થાય તો સંશોધન કરો. (રોમ ૧૨:૨) તપાસ કરો કે તમારે જીવનમાં ક્યાં ફેરફાર કરવાની જરૂર છે અને પછી એ પ્રમાણે કરો. એનાથી યહોવાને ખુશી થશે. (ની ૨૭:૧૧; એફે ૪:૨૩, ૨૪) ફેરફાર કરવા યહોવા પાસે પ્રાર્થનામાં મદદ માંગો. તે તમને પવિત્ર શક્તિથી મજબૂત કરશે અને તમને સાથ આપશે. (૧પી ૫:૧૦, ૧૧) યહોવાની ઇચ્છા પૂરી કરવા તમે જે કંઈ કરો છો એનાથી તમને ફાયદો થશે. યહોવાની સેવા કરવાથી જે ખુશી મળે છે એની તોલે કંઈ જ ન આવી શકે.—ગી ૧૬:૧૧.
બાપ્તિસ્મા સુધીની સફર વીડિયો જુઓ અને પછી આ સવાલોના જવાબ આપો:
-
અમુકે બાપ્તિસ્મા લેવા કેવી મુશ્કેલીઓ પાર કરી?
-
યહોવાને સમર્પણ કરવા જરૂરી શ્રદ્ધા કઈ રીતે કેળવી શકો?
-
બાપ્તિસ્માનું પગલું ભરવા અમુકને ક્યાંથી ઉત્તેજન મળ્યું?
-
જેઓએ યહોવાની ભક્તિ કરવાનો નિર્ણય લીધો છે તેઓને કેવા આશીર્વાદો મળ્યા છે?
-
સમર્પણ અને બાપ્તિસ્માનો શું અર્થ થાય?