યહોવાના સેવકો તરીકે આપણું જીવન
શું માર્ચ અને એપ્રિલમાં તમે સહાયક પાયોનિયરીંગ કરી શકો?
સ્મરણપ્રસંગના સમયગાળામાં શું તમે યહોવાની સેવામાં વધુ કરવા ઇચ્છો છો? (૨કો ૫:૧૪, ૧૫) માર્ચ અને એપ્રિલ મહિનાઓ દરમિયાન તમે સહાયક પાયોનિયરીંગ માટે ૩૦ કે ૫૦ કલાક કરી શકો છો. જો તમે આ ખાસ સેવામાં ભાગ લેવા ઇચ્છતા હો, તો મંડળની સેવા સમિતિને ફોર્મ ભરીને આપો. દર મહિને, જેઓ સહાયક પાયોનિયરીંગ કરે છે, તેઓનાં નામની જાહેરાત કરવામાં આવશે. આમ, મંડળનાં બીજાં ભાઈ-બહેનો તેઓને પ્રચારમાં સાથ આપી શકશે. આપણે બધા આ સુંદર તક ઝડપી લઈએ અને પ્રચારમાં વધુ કામ કરીને આપણી આવડત કેળવીએ અને એકબીજાને ઉત્તેજન આપીએ. —૧થે ૫:૧૧.