બાઇબલમાં રહેલો ખજાનો
યહોવાએ પોતાના લોકો માટે ગોઠવણ કરી
[ગણનાની પ્રસ્તાવના વીડિયો બતાવો.]
ઇઝરાયેલીઓને સમૂહમાં વહેંચવામાં આવ્યા હતા. દરેક સમૂહ ત્રણ કુળથી બનેલો હતો (ગણ ૧:૫૨, ૫૩; w૯૪ ૧૨/૧ ૮ ¶૪)
ઇઝરાયેલીઓની વસ્તી ૩૦ લાખ કે એનાથી વધારે હતી (ગણ ૨:૩૨, ૩૩; it-૧-E ૩૯૭ ¶૪)
યહોવાએ ભક્તિ માટે સરસ ગોઠવણ કરી છે. તે ચાહે છે કે તેમના લોકો એ પ્રમાણે તેમની ભક્તિ કરે. ઇઝરાયેલીઓ પાસેથી તે એવી જ ઇચ્છા રાખતા હતા અને આપણી પાસેથી પણ તે એવી જ ઇચ્છા રાખે છે.—૧કો ૧૪:૩૩, ૪૦.
પોતાને પૂછો: ‘હું યહોવાના સંગઠનને પૂરેપૂરો ટેકો આપું છું એ કઈ રીતે બતાવી શકું?’