યહોવાના સેવકો તરીકે આપણું જીવન
સૃષ્ટિ જોઈને યહોવા પર ભરોસો વધે છે
યહોવા જાણે છે કે આપણા માટે સારું શું છે, ખરું ને! આપણને તેમના પર ભરોસો હશે તો, તેમનું કહ્યું માનીશું. એમ કરવામાં જ આપણું ભલું છે. (ની ૧૬:૩, ૯) જો યહોવાના વિચારોથી આપણા વિચારો અલગ હોય, તો તેમની આજ્ઞા પાળવી અઘરી લાગે. એવા સમયે, આપણે સૃષ્ટિને નિહાળીશું તો આપણને ખબર પડશે કે યહોવા પાસે કેટલી બુદ્ધિ છે! એનાથી યહોવા પરનો આપણો ભરોસો વધશે.—ની ૩૦:૨૪, ૨૫; રોમ ૧:૨૦.
આનો રચનાર કોણ? કીડીઓ ટ્રાફિક જામ કરતી નથી વીડિયો જુઓ અને પછી આ સવાલોના જવાબ આપો:
-
કીડીઓ દરરોજ શું કરે છે?
-
કીડીઓ એકબીજાને અથડાયા વગર કઈ રીતે ચાલે છે?
-
કીડીઓ જે રીતે અવર-જવર કરે છે એમાંથી માણસો શું શીખી શકે છે?
આનો રચનાર કોણ? ભમરાની ઊડવાની અનોખી કળા વીડિયો જુઓ અને પછી આ સવાલોના જવાબ આપો:
-
નાના વિમાન ઊડાવવામાં કેવી મુશ્કેલીઓ આવે છે?
-
ભારે પવન હોય ત્યારે ભમરો કેવી રીતે ઊડે છે?
-
ભમરાને જોઈને માણસો ભાવિમાં શું બનાવી શકે છે?
કઈ કુદરતી વસ્તુઓમાંથી તમને યહોવાની બુદ્ધિનો પુરાવો જોવા મળે છે?