યહોવાના સેવકો તરીકે આપણું જીવન
યહોવા આપણને અતૂટ પ્રેમ કરે છે
યહોવાની નજરમાં આપણે અનમોલ છીએ. (યશા ૪૩:૪) યહોવાએ આપણને તેમની તરફ દોર્યા છે અને તેમના સંગઠનનો ભાગ બનાવ્યા છે. સમર્પણ કર્યું અને બાપ્તિસ્મા લીધું ત્યારથી આપણે યહોવાના છીએ. એટલે તે મુશ્કેલીઓમાં પણ આપણી સંભાળ રાખશે અને પોતાના સંગઠન દ્વારા અતૂટ પ્રેમ બતાવશે.—ગી ૨૫:૧૦.
તાજેતરમાં કુદરતી આફતો આવી ત્યારે યહોવાએ પોતાના સંગઠન દ્વારા ભાઈ-બહેનોની મદદ કરી. એના પર વિચાર કરવાથી સંગઠન માટે આપણી કદર વધે છે.
૨૦૧૯ કૉઑર્ડિનેટર્સ સમિતિનો અહેવાલ વીડિયો જુઓ પછી આ સવાલોના જવાબ આપો:
-
કૉઑર્ડિનેટર્સ સમિતિ આફતો માટે શાખા કચેરીને કેવી રીતે તૈયાર કરે છે?
-
ઇન્ડોનેશિયા અને નાઇજીરિયામાં આફત આવી ત્યારે યહોવાના સંગઠને કેવું માર્ગદર્શન આપ્યું અને રાહત સામગ્રી કેવી રીતે પહોંચાડી?
-
કોવિડ-૧૯ મહામારી દરમિયાન યહોવાના સંગઠને જે માર્ગદર્શન આપ્યું એમાંથી તમને શું ગમ્યું?