સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

યુવાનો મમ્મી-પપ્પા સાથે દિલ ખોલીને વાત કરો

યુવાનો મમ્મી-પપ્પા સાથે દિલ ખોલીને વાત કરો

તમારે કેમ દિલ ખોલીને મમ્મી-પપ્પા સાથે વાત કરવી જોઈએ? (ની ૨૩:૨૬) કેમ કે તમારી સંભાળ રાખવાની અને તમને માર્ગદર્શન આપવાની જવાબદારી યહોવાએ તેઓને સોંપી છે. (ગી ૧૨૭:૩, ૪) તમારી ચિંતાઓ વિશે નહિ જણાવો તો તેઓ મદદ નહિ કરી શકે. તેઓના અનુભવો નહિ સાંભળો તો તમને કંઈ શીખવા નહિ મળે. અમુક વાતો મનમાં જ રાખવામાં કંઈ ખોટું છે? ના, એવું નથી. જ્યાં સુધી કંઈ ખોટું ન કરતા હોવ ત્યાં સુધી કંઈ વાંધો નહિ.—ની ૩:૩૨.

મમ્મી-પપ્પા સાથે વાત કરવા તમે શું કરશો? સમય પારખીને વાત કરો. એમ કરવું અઘરું હોય તો તમારા દિલની વાત લખીને જણાવો. તેઓ જે વિશે વાત કરવા ચાહે છે, એ વિશે તમારે વાત નથી કરવી તો તમે શું કરશો? હંમેશાં યાદ રાખો તેઓ તમને મદદ કરવા ચાહે છે. તેઓ તમારા દોસ્ત છે દુશ્મન નહિ. જો તમે મમ્મી-પપ્પા સાથે દિલ ખોલીને વાત કરશો તો તમને જીવનભર ફાયદો થશે.—ની ૪:૧૦-૧૨.

યુવાનીમાં થતી મૂંઝવણ​—હું કઈ રીતે મમ્મી-પપ્પા સાથે વાત કરું? વીડિયો જુઓ પછી આ સવાલોના જવાબ આપો:

  • એસ્તર અને પરતીકને પોતાની કઈ ભૂલ સમજાઈ?

  • ઈસુના દાખલામાંથી તમને શું શીખવા મળ્યું?

  • તમારા મમ્મી-પપ્પાએ તમારા માટે શું કર્યું છે?

  • તમારાં મમ્મી-પપ્પા તમારું ભલું ચાહે છે

    મમ્મી-પપ્પા સાથે વાત કરવા તમને કયા બાઇબલ સિદ્ધાંતો મદદ કરશે?