સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

બાઇબલ પર શ્રદ્ધા મજબૂત કરીએ

બાઇબલ પર શ્રદ્ધા મજબૂત કરીએ

બાઇબલમાં સરસ સલાહ અને માર્ગદર્શન છે. એ પાળવાથી આપણું જીવન બદલાય જાય છે. (હિબ્રૂ ૪:૧૨) પણ એ માટે આપણને પૂરી શ્રદ્ધા હોવી જોઈએ કે બાઇબલમાં “ઈશ્વરનો સંદેશો” છે. (૧થે ૨:૧૩) કઈ રીતે બાઇબલ પર આપણી શ્રદ્ધા મજબૂત કરી શકીએ?

દરરોજ બાઇબલ વાંચીએ. બાઇબલ વાંચતી વખતે એવા પુરાવા પર ધ્યાન આપીએ, જેનાથી સાબિત થાય છે કે યહોવા બાઇબલના લેખક છે. દાખલા તરીકે નીતિવચનોના પુસ્તકમાં આપેલી સલાહ પર ધ્યાન આપીએ. એ સલાહ વર્ષો પહેલાં આપવામાં આવી હતી તોપણ આજેય બહુ કામ આવે છે.—ની ૧૩:૨૦; ૧૪:૩૦.

ઊંડો અભ્યાસ કરીએ. એવા પુરાવા તપાસીએ, જેનાથી સાબિત થાય છે કે બાઇબલ ઈશ્વરની પ્રેરણાથી લખાયું છે. યહોવાના સાક્ષીઓ માટે સંશોધન માર્ગદર્શિકામાં “બાઇબલ” વિષયની અંદર “ઈશ્વરપ્રેરિત” વિષયમાં આપેલા લેખો વાંચીએ. નવી દુનિયા ભાષાંતર બાઇબલમાં વધારે માહિતી ક-૩નો પણ અભ્યાસ કરીએ. એનાથી એ વાત પર શ્રદ્ધા મજબૂત થશે કે યહોવાએ બાઇબલમાં જે સંદેશો લખાવ્યો હતો, એ આજે પણ બદલાયો નથી.

આપણને કેમ શ્રદ્ધા છે . . . ઈશ્વરના શબ્દમાં વીડિયો જુઓ અને પછી આ સવાલોના જવાબ આપો:

  • ઇજિપ્તના કારનક મંદિરની દીવાલ પર જે લખાણ મળી આવ્યું, એનાથી કઈ રીતે સાબિત થયું કે બાઇબલ એકદમ સાચું છે?

  • શા પરથી કહી શકાય કે બાઇબલનો સંદેશો બદલાયો નથી?

  • બાઇબલ આજ સુધી ટકી રહ્યું છે, એનાથી તમને કઈ રીતે ખાતરી થાય છે કે એમાં ઈશ્વરનાં વચનો છે?—યશાયા ૪૦:૮ વાંચો