યહોવાના સેવકો તરીકે આપણું જીવન
મુશ્કેલીઓમાં યહોવા આપણો હાથ પકડી રાખે છે
છેલ્લા દિવસોમાં આપણા પર એક પછી એક મુશ્કેલીઓ આવે છે. અમુક વાર આપણને લાગે, ‘હવે મારાથી નઈ સહેવાય!’ પણ જો આપણે યહોવા સાથેનો સંબંધ મજબૂત કરતા રહીશું, તો મોટી મોટી મુશ્કેલીઓનો સામનો કરી શકીશું. અરે, એવી મુશ્કેલીઓનો પણ, જેમાં આપણે સાવ ભાંગી પડ્યા હોઈએ. (યશા ૪૩:૨, ૪) યહોવા સાથેનો સંબંધ કઈ રીતે મજબૂત કરી શકીએ?
પ્રાર્થના. આપણે યહોવા આગળ દિલ ઠાલવીએ છીએ, બધી લાગણીઓ જણાવીએ છીએ ત્યારે તે આપણને મનની શાંતિ આપે છે. તે મુશ્કેલીઓ સહેવા હિંમત આપે છે.—ફિલિ ૪:૬, ૭; ૧થે ૫:૧૭.
સભાઓ. આવા સમયે સભાઓમાં જવાની આપણને સૌથી વધારે જરૂર હોય છે. સભામાં યહોવા આપણને શીખવે છે અને તે ભાઈ-બહેનો સાથે હળવા-મળવાની તક આપે છે. (હિબ્રૂ ૧૦:૨૪, ૨૫) જો સભાની તૈયારી કરીશું, ત્યાં જઈને જવાબ આપીશું, તો યહોવા પવિત્ર શક્તિ દ્વારા જે મદદ કરે છે એનો પૂરેપૂરો ફાયદો મેળવી શકીશું.—પ્રક ૨:૨૯.
પ્રચારકામ. આપણે પ્રચાર કરતા રહીશું તો મુશ્કેલીઓ પર નહિ પણ સારી બાબતો પર મન લગાડી શકીશું. યહોવા અને ભાઈ-બહેનો સાથેનો સંબંધ પણ મજબૂત થશે.—૧કો ૩:૫-૧૦.
યહોવા તમારો સ્વીકાર કરશે વીડિયો જુઓ અને પછી આ સવાલોના જવાબ આપો:
-
મુશ્કેલીઓમાં માલુબહેન કઈ રીતે યહોવા સાથેનો સંબંધ મજબૂત કરતા રહ્યાં?
-
ગીતશાસ્ત્ર ૩૪:૧૮માંથી માલુબહેનની જેમ આપણને કઈ રીતે હિંમત અને દિલાસો મળે છે?
-
માલુબહેનના અનુભવથી કઈ રીતે જોવા મળે છે કે મુશ્કેલીઓમાં યહોવા આપણને “માણસની તાકાત કરતાં ઘણી ચઢિયાતી” તાકાત આપે છે?—૨કો ૪:૭