યહોવાના સેવકો તરીકે આપણું જીવન
બાઇબલ સિદ્ધાંતોને આધારે બાળકોને શીખવો
બધાં મમ્મી-પપ્પા ચાહે છે કે તેઓનાં બાળકો યહોવાની ભક્તિ કરતા રહે. જીવનમાં સાચી ખુશી અને યહોવાના આશીર્વાદ મેળવે. એટલે તેઓ બાળકોને સારી રીતે શીખવવા બાઇબલના સિદ્ધાંતોને ધ્યાનમાં રાખી શકે.—ની ૨૨:૬.
-
બાળકો દિલ ખોલીને વાત કરી શકે એવો માહોલ રાખો.—યાકૂ ૧:૧૯
-
બાળકો માટે સારો દાખલો બેસાડો.—પુન ૬:૬
-
ભક્તિને લગતાં કામોમાં નિયમિત રીતે ભાગ લો.—એફે ૬:૪
ટકી રહે એવું ઘર બાંધો—બાળકોએ “જે માર્ગમાં ચાલવું જોઈએ” એની તાલીમ આપો વીડિયો જુઓ અને પછી આ સવાલોના જવાબ આપો:
-
મમ્મી-પપ્પા કઈ રીતે બાળકો સાથે સમજી-વિચારીને વર્તી શકે?
-
મમ્મી-પપ્પા કઈ રીતે યાકૂબ ૧:૧૯નો સિદ્ધાંત લાગુ પાડી શકે?
-
મુશ્કેલી ઊભી થાય ત્યારે મમ્મી-પપ્પા શું કરી શકે?