સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

યહોવાના વિચારો જાણવાની કોશિશ કરીએ

યહોવાના વિચારો જાણવાની કોશિશ કરીએ

આપણે પોતાનાં કામોથી યહોવાને ખુશ કરવા માંગીએ છીએ. (ની ૨૭:૧૧) એટલે આપણે દરેક બાબતમાં યહોવાના વિચારો પ્રમાણે નિર્ણય લઈએ, પછી ભલે બાઇબલમાં એ વિશે કોઈ સીધેસીધો નિયમ ન હોય. એમ કરવા આપણે શું કરવું જોઈએ?

બાઇબલનો નિયમિત અભ્યાસ કરીએ. આપણે બાઇબલ વાંચીએ છીએ ત્યારે જાણે યહોવા સાથે સમય વિતાવીએ છીએ. બાઇબલ વાંચતી વખતે ધ્યાન આપીએ કે યહોવા પોતાના લોકો સાથે કઈ રીતે વર્ત્યા હતા. આપણે એવા લોકોના દાખલા પર પણ વિચાર કરીએ જેઓએ યહોવાની નજરે સારાં કામ કે ખરાબ કામ કર્યાં હતાં. આમ આપણે યહોવાના વિચારો જાણી શકીશું. પછી કોઈ નિર્ણય લેતી વખતે પવિત્ર શક્તિ આપણને એ બોધપાઠ અને સિદ્ધાંત યાદ અપાવશે.—યોહ ૧૪:૨૬.

સંશોધન કરીએ. કોઈ નિર્ણય લેવાનો હોય ત્યારે પોતાને પૂછો, ‘આ વિશે યહોવાના વિચારો જાણવા મને બાઇબલની કઈ કલમો કે અહેવાલો મદદ કરી શકે?’ પ્રાર્થનામાં યહોવા પાસે મદદ માંગો. તમારી ભાષામાં જે સાહિત્ય પ્રાપ્ય હોય એમાં સંશોધન કરો. તમારા કિસ્સામાં કયો સિદ્ધાંત મદદ કરી શકે એ શોધો. પછી એ પ્રમાણે પગલાં ભરો.—ગી ૨૫:૪.

આપણે “ધીરજથી દોડીએ”—સારો ખોરાક લઈને વીડિયો જુઓ અને પછી આ સવાલોના જવાબ આપો:

  • વીડિયોમાં બતાવેલા યુવાન બહેન પર કયા દબાણો આવ્યાં?

  • આવાં દબાણોનો સામનો કરવા તમે કઈ રીતે સાહિત્યમાં સંશોધન કરી શકો?

  • સારો નિર્ણય લેવા આપણે સમય કાઢીને અભ્યાસ અને સંશોધન કરીએ છીએ તો શું ફાયદો થાય છે?—હિબ્રૂ ૫:૧૩, ૧૪