યહોવાના સેવકો તરીકે આપણું જીવન
સ્મરણપ્રસંગના સમયગાળામાં ધ્યેય રાખીએ
દર વર્ષે યહોવાના સાક્ષીઓ સ્મરણપ્રસંગમાં હાજર રહેવા આતુર હોય છે. ઈસુનું બલિદાન યહોવા તરફથી એક કીમતી ભેટ છે. એટલે યહોવાનો આભાર માનવા અને તેમની સ્તુતિ કરવા સ્મરણપ્રસંગનાં આગળ-પાછળનાં અઠવાડિયાઓમાં આપણને ખાસ તક મળે છે. (એફે ૧:૩, ૭) જેમ કે, આપણે લોકોને એ પ્રસંગનું આમંત્રણ આપવા ખૂબ મહેનત કરીએ છીએ. અમુક ભાઈ-બહેનો માર્ચ કે એપ્રિલ મહિનામાં સહાયક પાયોનિયરીંગ કરવાનો ધ્યેય રાખે છે. તેઓ પોતાના શેડ્યૂલમાં થોડા ફેરફાર કરે છે, જેથી ૩૦ કે ૫૦ કલાક કરી શકે. શું તમે સ્મરણપ્રસંગના સમયગાળામાં પ્રચારમાં વધારે કરવા માંગો છો? એ માટે તમે શું કરી શકો?
મોટા ભાગે જોવા મળ્યું છે કે જો આપણે પહેલાંથી પ્લાન કરીએ તો કામ સારી રીતે પતાવી શકીએ છીએ. (ની ૨૧:૫) જોતજોતામાં સ્મરણપ્રસંગનો મહિનો આવી જશે. એટલે આપણે અત્યારથી જ ધ્યેય નક્કી કરવો જોઈએ. વિચારો કે તમે કઈ રીતે પ્રચારમાં વધારે સમય આપી શકો. તમે ધ્યેય પૂરો કરવા શું કરશો એનો પણ વિચાર કરો. પછી તમારી મહેનત રંગ લાવે એ માટે યહોવાને પ્રાર્થના કરો.—૧યો ૫:૧૪, ૧૫.
સ્મરણપ્રસંગના સમયગાળામાં પ્રચારમાં વધારે કરવા તમે બીજું શું કરી શકો?