ફેબ્રુઆરી ૧૨-૧૮
ગીતશાસ્ત્ર ૫-૭
ગીત ૫૪ અને પ્રાર્થના | સભાની ઝલક (૧ મિ.)
૧. બીજાઓને લીધે યહોવાને બેવફા ન બનીએ
(૧૦ મિ.)
દાઉદ બીજાઓને લીધે અમુક વાર દુઃખી થઈ ગયા (ગી ૬:૬, ૭)
તેમણે મદદ માટે યહોવાને પોકાર કર્યો (ગી ૬:૨, ૯; w૨૧.૦૩ ૧૫ ¶૭-૮)
દાઉદને યહોવા પર પૂરો ભરોસો હતો એટલે તે યહોવાને વફાદાર રહ્યા (ગી ૬:૧૦)
પોતાને પૂછો: ‘ભલે બીજાઓ કંઈ પણ કરે, શું મારી શ્રદ્ધા અડગ રહેશે? શું હું શ્રદ્ધા અડગ રાખવા મહેનત કરું છું?’—w૨૦.૦૭ ૮-૯ ¶૩-૪.
૨. કીમતી રત્નો
(૧૦ મિ.)
ગી ૫:૯—દુષ્ટ લોકોનું “મોં ખુલ્લી કબર જેવું છે.” એનો શું અર્થ થાય? (it-1-E ૯૯૫)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને કયાં કીમતી રત્નો મળ્યાં?
૩. બાઇબલ વાંચન
(૪ મિ.) ગી ૭:૧-૧૧ (th અભ્યાસ ૧૦)
૪. વાત શરૂ કરો
(૩ મિ.) ઘર ઘરનો પ્રચાર. (lmd પાઠ ૧ મુદ્દો ૩)
૫. વાત શરૂ કરો
(૨ મિ.) તક મળે ત્યારે પ્રચાર. બાઇબલ વિશે કંઈ પણ જણાવ્યા વગર, વાત વાતમાં વ્યક્તિને જણાવો કે તમે યહોવાના સાક્ષી છો. (lmd પાઠ ૨ મુદ્દો ૪)
૬. ફરી મળવા જાઓ
(૨ મિ.) ઘર ઘરનો પ્રચાર. ઘરમાલિક તમારી સાથે દલીલ કરવા માંગે છે. (lmd પાઠ ૪ મુદ્દો ૫)
૭. તમારી માન્યતા વિશે સમજાવો
(૪ મિ.) દૃશ્ય. ijwfq ૬૪—વિષય: યહોવાના સાક્ષીઓ કેમ દેશભક્તિને લગતા કાર્યક્રમોમાં ભાગ નથી લેતા? (lmd પાઠ ૩ મુદ્દો ૪)
ગીત ૩૧
૮. સેવા વર્ષનો અહેવાલ
(૧૫ મિ.) ચર્ચા. શાખા તરફથી મળેલો સેવા વર્ષ અહેવાલનો પત્ર વાંચો. ૨૦૨૩ દુનિયાભરના યહોવાના સાક્ષીઓનો સેવા વર્ષ અહેવાલમાંથી ભાઈ-બહેનોને જે ગમ્યું હોય એ જણાવવાનું કહો. એવા પ્રકાશકોનું ઇન્ટરવ્યૂ લો, જેઓને ગયા સેવા વર્ષ દરમિયાન પ્રચારકામમાં સારા અનુભવો થયા હોય.
૯. મંડળમાં બાઇબલ અભ્યાસ
(૩૦ મિ.) bt પ્રક. ૫ ¶૧૬-૨૨, પાન ૪૨ પરનું બૉક્સ