સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ફેબ્રુઆરી ૧૯-૨૫

ગીતશાસ્ત્ર ૮-૧૦

ફેબ્રુઆરી ૧૯-૨૫

ગીત ૧૩૮ અને પ્રાર્થના | સભાની ઝલક (૧ મિ.)

બાઇબલમાં રહેલો ખજાનો

૧. ‘હે યહોવા, હું તમારી સ્તુતિ કરીશ’

(૧૦ મિ.)

યહોવાએ આપણા આનંદ માટે અઢળક ચીજવસ્તુઓ આપી છે (ગી ૮:૩-૬; w૨૧.૦૮ ૩ ¶૬)

આપણે લોકોને યહોવાનાં અજાયબ કામો વિશે જણાવીને તેમની સ્તુતિ કરીએ છીએ (ગી ૯:૧; w૨૦.૦૫ ૨૩ ¶૧૦)

આપણે પૂરા દિલથી ગીતો ગાઈને પણ તેમની સ્તુતિ કરીએ છીએ (ગી ૯:૨; w૨૨.૦૪ ૭ ¶૧૩)

પોતાને પૂછો: ‘હું બીજી કઈ રીતે યહોવાની સ્તુતિ કરી શકું?’

૨. કીમતી રત્નો

(૧૦ મિ.)

  • ગી ૮:૩—આ કલમમાં લેખકે ઈશ્વરની આંગળીઓનો ઉલ્લેખ કર્યો છે, એનો શું અર્થ થાય? (it-1-E ૮૩૨)

  • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને કયાં કીમતી રત્નો મળ્યાં?

૩. બાઇબલ વાંચન

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

૪. વાત શરૂ કરો

(૩ મિ.) ઘર ઘરનો પ્રચાર. ઘરમાલિક જણાવે છે કે તે ઈશ્વરમાં નથી માનતા. (lmd પાઠ ૫ મુદ્દો ૪)

૫. ફરી મળવા જાઓ

(૪ મિ.) તક મળે ત્યારે પ્રચાર. ગઈ વખતે વ્યક્તિએ જણાવ્યું હતું કે તે ભગવાનમાં નથી માનતી, પણ સર્જનહાર છે એના પુરાવા તપાસવામાં તેને કોઈ વાંધો નથી. (th અભ્યાસ ૭)

૬. ટૉક

(૫ મિ.) w૨૧.૦૬ ૬-૭ ¶૧૫-૧૮—વિષય: તમારા બાઇબલ વિદ્યાર્થીને યહોવાની સ્તુતિ કરવા મદદ કરો. (th અભ્યાસ ૧૦)

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

ગીત ૯

૭. તક મળે ત્યારે વાત વાતમાં ખુશખબર જણાવીએ

(૧૦ મિ.) ચર્ચા.

રોજબરોજના જીવનમાં આપણે ઘણા લોકોને મળીએ છીએ. આપણે તક શોધીને તેઓને ખુશખબર જણાવીએ છીએ. એ પણ યહોવાની સ્તુતિ કરવાની એક રીત છે. (ગી ૩૫:૨૮) શરૂઆતમાં કદાચ આપણને તક મળે ત્યારે ખુશખબર જણાવતા ડર લાગે. પણ આપણે સહેલાઈથી વાત શરૂ કરવાની અને વાત ચાલુ રાખવાની આવડત કેળવીએ. એમાં નિખાર લાવતા જઈશું તો, વાત વાતમાં ખુશખબર જણાવવામાં આપણને વધારે મજા આવશે.

“શાંતિની ખુશખબર” જણાવવા તૈયાર રહો—પહેલ કરો વીડિયો બતાવો. પછી પૂછો:

તક મળે ત્યારે સારી રીતે ખુશખબર જણાવવા આ વીડિયોમાંથી તમને શું શીખવા મળ્યું?

વાત શરૂ કરવા મદદ કરે એવાં સૂચનો:

  • તમે જ્યારે પણ બહાર જાઓ, ત્યારે લોકો સાથે વાત શરૂ કરવાની તક શોધો. યહોવાને પ્રાર્થના કરો કે તે તમને એવી વ્યક્તિ શોધવા મદદ કરે જે ખરેખર સંદેશો સાંભળવા માંગે છે

  • મળતાવડો સ્વભાવ રાખો. વ્યક્તિ પર ધ્યાન આપો અને તેના સંજોગોનો વિચાર કરો. પારખવાની કોશિશ કરો કે તેને શાના પર વાત કરવી ગમશે. પછી તમને ખ્યાલ આવશે કે બાઇબલના કયા વિષય પર વાત કરવી સારી રહેશે

  • શક્ય હોય તો વ્યક્તિને પૂછો કે તેનો કઈ રીતે ફરી સંપર્ક કરી શકાય

  • ખુશખબર જણાવતા પહેલાં જ વાત પૂરી થઈ જાય તો નિરાશ ન થાઓ

  • જે વ્યક્તિ સાથે સારી વાતચીત થઈ હોય, તેના વિશે વિચાર કરો. તેને મદદ મળે એવી બાઇબલની કલમ અથવા jw.org પર આપેલો લેખ મોકલો

અજમાવી જુઓ: વાતચીત વખતે જો કોઈ તમને પૂછે, ‘તમે શું કામ કરો છો?’ અથવા ‘તમારે કેટલાં બાળકો છે?’ તો એ તક ઝડપીને જણાવો કે નોકરી-ધંધા કે બાળકોના ઉછેર વિશે બાઇબલમાં શું જણાવ્યું છે.

૮. મંડળની જરૂરિયાતો

(૫ મિ.)

૯. મંડળમાં બાઇબલ અભ્યાસ

છેલ્લે બે બોલ (૩ મિ.) | ગીત ૪૫ અને પ્રાર્થના