ફેબ્રુઆરી ૨૬–માર્ચ ૩
ગીતશાસ્ત્ર ૧૧-૧૫
ગીત ૫૫ અને પ્રાર્થના | સભાની ઝલક (૧ મિ.)
૧. કલ્પના કરો કે તમે એવી દુનિયામાં છો, જ્યાં ચારે બાજુ શાંતિ છે
(૧૦ મિ.)
આજે લોકો કાયદા-કાનૂન પાળતા નથી એટલે અફરાતફરી મચે છે, હિંસા થાય છે (ગી ૧૧:૨, ૩; w૦૬ ૬/૧ ૪ ¶૧)
આપણે ભરોસો રાખી શકીએ કે યહોવા હિંસાને મિટાવી દેશે (ગી ૧૧:૫; wp૧૬.૩ ૧૩)
યહોવાએ વચન આપ્યું છે કે તે આપણો ઉદ્ધાર કરશે. એના પર મનન કરીશું તો નવી દુનિયાની ધીરજથી રાહ જોઈ શકીશું (ગી ૧૩:૫, ૬; w૧૭.૦૮ ૬ ¶૧૫)
અજમાવી જુઓ: હઝકિયેલ ૩૪:૨૫ વાંચો. પછી કલ્પના કરો કે તમે એ જગ્યાએ છો અને ચારે બાજુ શાંતિ જ શાંતિ છે.—kr-E ૨૩૬ ¶૧૬.
૨. કીમતી રત્નો
(૧૦ મિ.)
-
ગી ૧૪:૧—કલમમાં જે વલણ વિશે વાત થઈ છે, એની સાચા ખ્રિસ્તીઓ પર કેવી અસર થઈ શકે? (w૧૩ ૯/૧૫ ૧૯ ¶૧૨)
-
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને કયાં કીમતી રત્નો મળ્યાં?
૩. બાઇબલ વાંચન
(૪ મિ.) ગી ૧૩:૧–૧૪:૭ (th અભ્યાસ ૨)
૪. વાત શરૂ કરો
(૨ મિ.) તક મળે ત્યારે પ્રચાર. વ્યક્તિને સ્મરણપ્રસંગનું આમંત્રણ આપો. (lmd પાઠ ૫ મુદ્દો ૩)
૫. વાત શરૂ કરો
(૧ મિ.) ઘર ઘરનો પ્રચાર. વ્યક્તિને સ્મરણપ્રસંગનું આમંત્રણ આપો. (lmd પાઠ ૩ મુદ્દો ૪)
૬. વાત શરૂ કરો
(૩ મિ.) ઘર ઘરનો પ્રચાર. તમે વ્યક્તિને સ્મરણપ્રસંગનું આમંત્રણ આપો છો અને તેને વધારે જાણવામાં રસ છે. (lmd પાઠ ૭ મુદ્દો ૪)
૭. શિષ્યો બનાવો
(૫ મિ.) lff પાઠ ૧૩ આપણે શીખી ગયા, તમે શું કહેશો? અને આટલું કરો. વિદ્યાર્થીને સમજવા મદદ કરો કે જે ધર્મો ઈશ્વર વિશે ખોટું શીખવે છે, તેઓ વિશે ઈશ્વરને કેવું લાગે છે. એ માટે “વધારે માહિતી”માં આપેલા કોઈ એક લેખનો ઉપયોગ કરો. (th અભ્યાસ ૧૨)
ગીત ૪૯
૮. “યુદ્ધનાં હથિયારો કરતાં બુદ્ધિ વધારે સારી”
(૧૦ મિ.) ચર્ચા.
દુનિયા ફરતે હિંસા ખૂબ વધી રહી છે. આપણે હિંસા થતી જોઈએ અથવા એનો ભોગ બનીએ તો ડરી જઈએ છીએ, હચમચી જઈએ છીએ. યહોવા આપણી એ લાગણી સમજે છે. તે એ પણ સમજે છે કે આપણને રક્ષણની જરૂર છે. એટલે તે અલગ અલગ રીતે આપણું રક્ષણ કરે છે. એક રીત છે, બાઇબલ દ્વારા.—ગી ૧૨:૫-૭.
બાઇબલમાં બુદ્ધિથી ભરેલી વાતો છે. એ ‘યુદ્ધનાં હથિયારો કરતાં વધારે સારી છે.’ (સભા ૯:૧૮) ધ્યાન આપો કે બાઇબલના આ સિદ્ધાંતો પાળવાથી કઈ રીતે હિંસાથી આપણું રક્ષણ થાય છે:
-
સભા ૪:૯, ૧૦—સલામત ન હોય એવા વિસ્તારમાં એકલા ન જાઓ. જોખમ ઊભું થઈ શકે એવા સંજોગોથી પણ દૂર રહો
-
ની ૨૨:૩—સતર્ક રહો, આસપાસ શું બની રહ્યું છે એનું ધ્યાન રાખો
-
ની ૨૬:૧૭—બીજાઓના ઝઘડામાં માથું ન મારો
-
ની ૧૭:૧૪—જો લાગે કે હુલ્લડ ફાટી નીકળશે, તો એ વિસ્તારમાંથી તરત નીકળી જાઓ. જો કોઈ વિસ્તારમાં આંદોલન માટે લોકોની ભીડ જમા થઈ હોય, તો ત્યાં ન જાઓ
-
લૂક ૧૨:૧૫—પોતાની ચીજવસ્તુઓ બચાવવા પોતાનો જીવ જોખમમાં ન મૂકો
શ્રદ્ધામાં અડગ હોય તેને અનુસરો—હનોખને અનુસરો, લામેખને નહિ વીડિયો બતાવો. પછી પૂછો:
હનોખના દાખલા પર મનન કર્યા પછી પિતાએ શું કર્યું?—હિબ્રૂ ૧૧:૫
અમુક સંજોગોમાં કોઈ ઈશ્વરભક્ત પોતાના જીવનું અથવા માલ-મિલકતનું રક્ષણ કરવા અમુક પગલાં ભરવાનું નક્કી કરે. પણ એવા સમયે તેણે પોતાનાથી બનતો પ્રયાસ કરવો જોઈએ કે તે કોઈનો જીવ ન લઈ લે. આમ, ખૂનનો દોષ તેના માથે નહિ આવે.—ગી ૫૧:૧૪; જુલાઈ ૨૦૧૭ ચોકીબુરજના અંકમાં “વાચકો તરફથી પ્રશ્નો” જુઓ.
૯. શનિવાર, ૨ માર્ચથી સ્મરણપ્રસંગની ઝુંબેશ
(૫ મિ.) વડીલ ટૉક આપશે. ઝુંબેશ, ખાસ પ્રવચન અને ઈસુના મરણને યાદ કરાવતા પ્રસંગની ગોઠવણો વિશે જણાવો. ભાઈ-બહેનોને યાદ દેવડાવો કે તેઓ માર્ચ અને એપ્રિલમાં સહાયક પાયોનિયરીંગ માટે ૧૫ કલાક પણ કરી શકે.
૧૦. મંડળમાં બાઇબલ અભ્યાસ
(૩૦ મિ.) bt પ્રક. ૬ ¶૯-૧૭