જાન્યુઆરી ૨૦-૨૬
ગીતશાસ્ત્ર ૧૩૮-૧૩૯
ગીત ૨૦ અને પ્રાર્થના | સભાની ઝલક (૧ મિ.)
૧. ડરના લીધે સભામાં ભાગ લેતા અચકાશો નહિ
(૧૦ મિ.)
આપણે પૂરા દિલથી યહોવાની સ્તુતિ કરવા માંગીએ છીએ (ગી ૧૩૮:૧)
સભામાં ભાગ લેતા ડર લાગે તો મદદ માટે યહોવા પર આધાર રાખો (ગી ૧૩૮:૩)
ડર હોવો સારી વાત છે (ગી ૧૩૮:૬; w૧૯.૦૧ ૧૦ ¶૧૦)
સૂચન: જવાબ નાનો રાખીશું તો ઓછી ગભરામણ થશે.—w૨૩.૦૪ ૨૧ ¶૭.
૨. કીમતી રત્નો
(૧૦ મિ.)
-
ગી ૧૩૯:૨૧, ૨૨—શું યહોવાના ભક્તોએ બધાને માફ કરવા જોઈએ? (it-1-E ૮૬૨ ¶૪)
-
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને કયાં કીમતી રત્નો મળ્યાં?
૩. બાઇબલ વાંચન
(૪ મિ.) ગી ૧૩૯:૧-૧૮ (th અભ્યાસ ૨)
૪. વાત શરૂ કરો
(૩ મિ.) જાહેરમાં પ્રચાર. (lmd પાઠ ૨ મુદ્દો ૩)
૫. શિષ્યો બનાવો
(૪ મિ.) જાહેરમાં પ્રચાર. બાઇબલ અભ્યાસ માટે પૂછો અને પછી બતાવો કે એ કઈ રીતે ચલાવવામાં આવે છે. (lmd પાઠ ૧૦ મુદ્દો ૩)
૬. ટૉક
(૫ મિ.) ijwyp લેખ ૧૦૫—વિષય: જો મારો સ્વભાવ શરમાળ હોય, તો હું શું કરી શકું? (th અભ્યાસ ૧૬)
ગીત ૯
૭. શરમાળ સ્વભાવના હોવા છતાં તમે યહોવાની સેવામાં આનંદ મેળવી શકો છો
(૧૫ મિ.) ચર્ચા.
શું તમે શરમાળ સ્વભાવના છો? શું મોટા ભાગે તમે એવું ચાહો છો કે તમે લોકોની નજરમાં ન આવો? શું બીજાઓ સાથે વાત કરવાના વિચારથી તમને પરસેવો છૂટી જાય છે? અમુક વાર લોકોએ ઘણું કરવું હોય છે, પણ શરમાળ સ્વભાવને લીધે તેઓ એ કરી નથી શકતા. પણ ઘણાં ભાઈ-બહેનો પોતાનો સ્વભાવ બદલી શક્યાં છે. હવે તેઓ બીજાઓ સાથે બાઇબલ વિશે વાત કરી શકે છે અને પ્રચારમાં આનંદ મેળવી શકે છે. તેઓના દાખલામાંથી આપણે શું શીખી શકીએ?
શરમાળ સ્વભાવ હોવા છતાં યહોવાને બનતું બધું આપું છું વીડિયો બતાવો. પછી પૂછો:
-
લી નામની બહેનનાં દાદીએ તેને સલાહ આપી હતી: “યહોવાની સેવામાં બનતું બધું કરજે.” એ સલાહથી બહેનને કેવો ફાયદો થયો?
બાઇબલમાં જોવા મળે છે કે મૂસા, યર્મિયા અને તિમોથી પણ એક સમયે શરમાળ સ્વભાવના હતા. (નિર્ગ ૩:૧૧; ૪:૧૦; યર્મિ ૧:૬-૮; ૧તિ ૪:૧૨) તોપણ યહોવાની સેવામાં તેઓ મોટાં મોટાં કામ કરી શક્યા, કેમ કે યહોવા તેઓની સાથે હતા. (નિર્ગ ૪:૧૨; યર્મિ ૨૦:૧૧; ૨તિ ૧:૬-૮)
યશાયા ૪૩:૧, ૨ વાંચો. પછી પૂછો:
-
યહોવા પોતાના ભક્તોને કયું વચન આપે છે?
શરમાળ સ્વભાવના લોકો યહોવાની સેવામાં આનંદ મેળવી શકે એ માટે તે તેઓને કઈ રીતે મદદ કરે છે?
બાપ્તિસ્મા: એક એવું પગલું, જે આપે ઘણી ખુશીઓ—ઝલક વીડિયો બતાવો. પછી પૂછો:
-
જેક્સનબહેને કઈ રીતે પ્રચારકામમાં યહોવાની મદદનો અનુભવ કર્યો?
-
પ્રચારકામ કઈ રીતે શરમાળ વ્યક્તિને મદદ કરે છે?
૮. મંડળમાં બાઇબલ અભ્યાસ
(૩૦ મિ.) bt પ્રક. ૨૧ ¶૮-૧૩, પાન ૧૬૯ પરનું બૉક્સ